પાટણ પોલીસે પ્રથમવાર ઇ-ચલણને લગતા 2266 કેસો લોક અદાલતમાં મૂકીને રૂ.8.28 લાખની રિકવરી કરી

પાટણ
પાટણ

પાટણ જિલ્લાની યોજાયેલી લોક અદાલતોમાં વિવિધ પ્રકારનાં 29680 કેસોમાંથી 7777 કેસોનો નિકાલ કરાયો હતો અને રૂા.17.32 કરોડનાં સેટલમેન્ટ અને એવોર્ડ મંજુર કરાયા હતા. ત્યારે આ વખતે પ્રથમવાર જ પાટણનાં પોલીસતંત્રએ જિલ્લાભરમાં ટ્રાફીકભંગ કરનારાઓને ફટકારવામાં આવતાં ઇચલણ નહિં ભરનારાઓને કોર્ટ મારફતે ઝડપથી ઇ-ચલણોની રકમ ભરાવી શકાય તે માટે લોક અદાલતમાં પોતાનાં ઇ-ચલણ વસુલાતનાં કેસો મુક્યા હતા.પોલીસે પાટણની લોક અદાલતમાં ઇ ચલણની વસુલાતને લગતા કેસ મુક્યા હતા. તેમાંથી 2266 કેસોનો નિકાલ કરાયો ને તેમાં રૂા 8,28,200ની રકમનાં ઇ-ચલણની બાકી રહેતી રકમોની ભરપાઇ વસુલાત કરાઇ હતી. જ્યારે વિવિધ પ્રકારનાં મની રિકવરીનાં 3748 કેસોમાંથી 211 કેસોનો નિકાલ કરી રૂા 79,67,919ની રિકવરી થઇ હતી.


મોટર અકસ્માત કેસ વળતર 143 કેસ હતા. તેમાંથી 81 કેસોનો નિકાલ કરી રૂા. 5,16,17,543 નું સેટલમેન્ટ કરાયું હતું. વીજ કંપનીને લગતા 881 કેસો મુકીને 623 કેસોનો . નિકાલ કરીને રૂા.6,83,000ની રિકવરી કરાઇ હતી. પાટણ ફેમિલી કોર્ટનાં 195 કેસોમાંથી 122 કેસોનો નિકાલ અને સમાધાન કરાયા હતા. પાટણ જિલ્લા અદાલત . (હેડક્વાટર્સ) ખાતે એમ.એ.સી.ટી.નાં 57 કેસો મુકીને 38 કેસોનો નિકાલ કરાયો હતો.જેમાં અકસ્માત વળતર કેસનાં રૂા. 33 લાખ અને રૂા.22.50 લાખનાં બે મોટી રકમનાં ક્લેઇમ પાસ થયા હતા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.