દાહોદમાં પાલિકા ઓફિસર પર કરેલા હુમલાના વિરોધમાં પાટણ પાલિકાના કર્મીઓ માસ સી.એલ પર ઉતર્યા

પાટણ
પાટણ

દાહોદ નગર પાલિકા ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ ના પતિ એ કરેલ હુમલા ના વિરોધ માં પાટણ નગર પાલિકા ના કર્મચારીઓ માસ સી એલ પર ઉતર્યા હતા. દાહોદ નગરપાલિકાના ચીફ ઓફીસર યશપાલસિંહ વાધેલા ઉપર નગરપાલિકાના પ્રમુખના પતિ દ્વારા થયેલ હુમલાને ગુજરાત રાજય ચૌફ ઓફીસર એસોસીએશન ધ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. અને સાથે સાથે સરકાર દ્વારા ત્વરીત કાર્યવાહી કરી જે જવાબદાર ઈસમની જે ધરપકડ કરવામાં આવેલ છે, તેને બીરદાવીએ છીએ, તથા ગુન્હેગારને સખ્તમાં સખ્ત અને ઝડપી સજા થાય, તે મુજબની કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.

દાહોદમાં પાલિકાના પ્રમુખના પતિએ ચીફ ઓફિસર પર કેરલ હુમલા ના વિરોધ માં રાજ્ય ભરમાં પડઘા પડયા હતાં.જેણે લઇ આજે પાટણ નગરપાલિકાના કર્મીઓ માસ સી.એલ પર ઉતર્યા હતા.જેમાં આજે પાલિકામાં સવારથી જ પાણી,ગટર,લાઈટ,વીજળી વગેરે આવશ્યક કચેરી ને છોડી બાકીની ઓફિસોમાં તાળા લગાડી કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા હતા..ત્યારે આજે પાલિકામાં અરજદાર નો ઘસારો પણ નહિવત જોવા મળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.