પાટણ પાલિકાએ રખડતા ઢોરને છોડી દીધા સોસાયટીમાં સ્થાનિકોએ એકત્ર થઇ વિરોધ નોંધાવ્યો

પાટણ
પાટણ

રખડતા ઢોરના ત્રાસને લઈ લોકો હેરાન તો છે જ,તો પાટણ નગરપાલિકાએ આજે સવારમા એવુ કામ કર્યુ કે તમે પણ જાણીને વિચારમા પડી જશો.જી હા પાટણના વાળીનાથ ચોક પાસેની પ્રગતિ રેસિડેન્સીમા અચાનક પાલિકાનુ ટ્રેકટર ઢોર ભરીને આવ્યુ અને ઢોરને જાહેરમા જ છોડી મૂકયા,તો બીજી તરફ સ્થાનિકો અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ચકમક થઈ. ખુલ્લા ઢોરને જોઈ સ્થાનિકો પણ ચિંતામાં મુકાયા હતા.પાટણની નગરપાલિકાની મહાન કામગીરી આપને જણાવી દઈએ કે, પાટણની વાળીનાથ ચોક પાસે આવેલી પ્રગતી રેસિડેન્સીમા સવારના સમયે પાલિકાનુ ટ્રેકટર અચાનક ઢોરને લઈ સોસાયટીમા પ્રવેશે છે, અને ત્યારબાદ ઢોરને ખુલ્લા મુકી દે છે,પાલિકાએ ઢોરવાડાની જગ્યાએ સોસાયટીમા કેમ ઢોર છોડયા તેવો પણ મનમા એક સવાલ છે,પાલિકાને એમ હશે કે અમને કયા કોઈ બોલશે,પણ એમને ખબર નથી કે આ સોસાયટીના લોકોએ ઢોરનો વિરોધ કર્યો જેના કારણે પાલિકા ઢોરને લઈ રવાના થઈ.

અચાનક એક સાથે આટલા બધા ઢોરને જોઈ તમે પણ ચિંતામા મુકાઈ જાઓ અને તમને પણ બહાર નિકળતા બિક લાગે, કે ઢોર અમને તો કોઈ નુકસાન નહી પહોચાડે ને,તો બીજી તરફ પ્રાપ્ત માહિતી મુજબ વાત કરવામા આવે તો,જેવા ઢોરને સોસાયટીમા છોડાયો ને તરત જ સ્થાનિકોમા એક ભયનો માહોલ સર્જાયો,લોકોના જીવ તાળવે ચોટી ગયા,ઘણા સ્થાનિકો એવુ પણ વિચારી રહયા હશે કે આ ઢોર કયાક અમારા ઘરમા આવીને ના બેસી જાય.જે રીતે સ્થાનિકોનો વિરોધ હતો,તે જોઈને પાલિકાને લાગ્યુ કે આપણે ઢોરને ખોટી જગ્યાએ છોડવા આવ્યા છીએ,અને થોડીક જ વારમા પાલિકાતંત્ર ઢોરને લઈને ત્યાથી નિકળી ઢોરવાડે પહોચે છે.આવુ કરવા પાછળનુ કારણ હજી સુધી સામે નથી આવ્યુ,તો બીજી તરફ પાટણ નગરપાલિકા તરફથી પણ મિડીયાને કોઈ નિવેદન આપવામા આવ્યુ નથી,જાણી જોઈને આ કરવામા આવ્યુ હતુ,કે ભુલથી આ થઈ ગયુ,તે એક સવાલ છે,જો જાણી જોઈને કરવામા આવ્યુ હોય તો પાલિકા જે તે કર્મચારી સામે પગલા લેશે કે નહી તે જોવુ રહયુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.