પાટણ નગરપાલિકા 2024-25નાં એડવાન્સ વેરા ભરતી વખતે 23-24નાં ત્રણ મહિનાનો તફાવત પણ ભરવો પડશે

પાટણ
પાટણ

પાટણ શહેરની અંદાજે બે લાખે પહોંચવા આવેલી જનસંખ્યાની અંદાજે 80 હજાર જેટલી રહેણાંક અને કોમર્શિયલ મિલકતોનાં ધારકો પાસેથી દર વર્ષ પાટણ નગરપાલિકા દ્વારા ઉઘરાવવામાં આવતાં વિવિધ પ્રકારનાં સંયુક્ત વેરાઓ (પાણીવેરો, ડ્રેનેજ વેરો, સ્ટ્રીટલાઈટ વેરો,સફાઇવેરો અને મિલકતવેરો)માં મિલકત વેરાને બાદ કરતાં બાકીનાં ચાર પ્રકારનાં વેરાઓમાં ચાલુ વર્ષ 2024 નાં જાન્યુઆરી માસથી વર્તમાન વેરાનાં દરમાં બમણો વધારો કરવાની પાટણ નગરપાલિકાની દરખાસ્તને સરકારની આખરી મંજુરી મળી જતાં તેનો અમલ શરુ થઈ ગયો છે ને નવી વધારેલી દરવારી અમલી બની ચુકી છે.જે અનુસંધાને હવે થી પાટણની જનતાએ પાણીવેરામાં રહેણાંકનાં હાલનાં રૂ।. 900નાં વેરાનાં બદલે રૂા.1200 ડ્રેનેજનાં રૂા. 300નાં રૂા. 500, સ્ટ્રીટલાઈટનાં રૂા. 50 નાં રૂા. 100 તથા સફાઈ વેરાનાં રૂા. 100નાં રૂ।. 200નો દર વસુલવામાં આવશે.

ત્યારે જે મિલકત ધારકોએ માર્ચ- 2023માં 2023-24નો વેરો એડવાન્સમાં ભર્યો છે. તેઓને હવે માર્ચ 2024 માં લેવાનારા 2024-25નાં વર્ષનો એડવાન્સ વેરો ભરતી વખતે 2023-24 નાં પાછલા ત્રણ મહિનાં જાન્યુ., ફેબ્રુઆરી અને માર્ચ-24 નો તફાવત પણ ભરવો પડશે. આ તફાવત સાથેની રકમ આ પ્રમાણે રહેશે. એમ વેરા અધિકારીએ જણાવ્યું હતું. જેમાં નવા બમણા વેરાના દર પ્રમાણે પાણીવેરાનાં રૂા. 1200 તથા તફાવતનાં રૂા. 125, ડ્રેનેજમાં રૂા. 600 તથા તફાવતનાં રૂા. 25, સ્ટ્રીટલાઈટનાં રૂા. 100 તથા રૂા. 62 અને સફાઇવેરામાં રૂા. 200 તથા રૂા. 125 ભરવા પડશે. જો કે, એ પછીનાં વર્ષોમાં વધારેલો બમણો વેરો જ ચુકવવાનો રહેશે.દરમ્યાન પાટણ નગરપાલિકાએ વિજ્ઞપ્તિ જારી કરી છે કે, તા. 1-1- 24 થી વેરામાં વધારો કરાયો છે. જે તા. 31-3-24 સુધીમાં ભરવામાં આવે તો કોઇપણ પ્રકારની નોટીસ ફી ભરવાની થશે નહિં. અન્યથા તા. 1-4-24 થી 20 % પ્રમાણે નોટીસ ફી ભરવાની થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.