મહિલા ડોક્ટર ની બળાત્કાર વિથ મર્ડરની ઘટનાને પાટણ મેડિકલ એસો.અને જિલ્લા બિલ્ડર એસોસિએશન વખોડી

પાટણ
પાટણ

શહેરના હિંગળાચાચર ચોકથી બગવાડા દરવાજા સુધી રેલી યોજી કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાયું; કલકત્તાની એમ.જી કર જનરલ હોસ્પિટલમાં ચેસ્ટ મેડિસિનની બીજા વર્ષની રેસીડેન્ટ ડોક્ટર ઉપર બળાત્કાર કરી તેનું મર્ડર કરાયું હોવાની ઘટનાની તબીબી આલમ માં ઘેરી અસર પડી છે.

ત્યારે ઠેર ઠેર રેસીડેન્ટ ડોક્ટરના બળાત્કાર વિથ મર્ડર ના બનાવને તબીબો દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢી આરોપીઓને કડકમાં કડક સજા થાય અને રેસીડેન્ટ ડોક્ટરના પરિવારને ન્યાય મળે તેવી માંગ સાથે રેલી સહિત આવેદનપત્ર આપવાના કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે ત્યારે શનિવારના રોજ પાટણ મેડિકલ એસોસિએશન તેમજ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા શહેરના હિંગળાચાચર ચોક થી  બગવાડા દરવાજા સુધી ની રેલી યોજી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યુ હતું.

પાટણ મેડિકલ એસોસિએશન અને પાટણ જિલ્લા બિલ્ડર એસોસિયેશન દ્વારા અપાયેલા આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તા. ૦૯/૦૮/૨૦૨૪ ના રોજ કોલકત્તાની એમ.જી. કર જનરલ હોસ્પિટલમાં ચેસ્ટ મેડિસિનની બીજા વર્ષની રેસીડેન્ટ ડોક્ટર ઉપર બળાત્કાર અને મર્ડરની જે દુષ્ટ નઠારી ઘટના બની તેના વિરોધમાં પાટણ આઈ.એમ.એ. ૨૪ કલાક નો જડબેસલાક બંધ પાળે છે આ બંધ તારીખ ૧૭/૦૮/૨૦૨૪ની સવારે ૦૬:૦૦ વાગ્યાથી તા. ૧૮/૦૮/૨૦૨૪ સવારે ૦૬:૦૦ વાગ્યા સુધી રહેશે જેમાં ઓપીડી અને પ્લાન સર્જરી બંધ રહેશે. ફક્ત ઈમરજન્સી સેવા કાર્યરત રહેશે.

સાથે સાથે અમો આ ઘટનાને વખોડીએ છીએ અને સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે તેઓ અત્યારે ડોક્ટરોની સુરક્ષા દીકરીઓની સુરક્ષા માટે કડક કાયદો લાવે અને તેનો તાત્કાલિક અમલ પણ કરાવે. આપણે દીકરી બચાવો, દીકરી ભણાવોની વધારે વાતો કરીએ છીએ ત્યારે આપણી દીકરી તેના કામકાજની જગ્યાએ સુરક્ષિત નથી આપણે આપણી દીકરીઓને ભણાવીએ છીએ પણ બચાવી શકતા નથી. તો આપણે કેવી રીતે આગળ વધીશું ? તેવા વૈધક પ્રશ્નો સાથે પાટણ મેડિકલ એસોસિએશન અને પાટણ જિલ્લા બિલ્ડર એસોસિયેશન દ્વારા રજૂઆત કરાઈ છે.

પાટણ મેડિકલ એસોસિએશન અને જિલ્લા બીલ્ડર એસોસિએશન દ્વારા  આયોજિત રેલી અને આવેદનપત્રના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તબીબો સહિત બિલ્ડરો જોડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.