દીપાવલી સ્નેહ મિલન સાથે પાટણ માર્કેટયાર્ડ લાભ પાંચમ ના દિવસથી પુન: ધમધમતું થયું
મીની વેકેશન બાદ શરૂ થયેલ માર્કેટ યાર્ડમાં મગફળી,કપાસ અને એરંડાની મબલખ આવક
દિપાવલી ના મીની વેકેશન બાદ બુધવાર ને લાભ પાંચમના પવિત્ર દિવસથી પાટણ માર્કેટ્યાડૅ ખાતે દિપાવલી સ્નેહ મિલન કાર્યક્રમ સાથે પુનઃ ધમધમતું થયું હતું. દિપાવલી ના મીની વેકેશન બાદ લાભ પાચમ થી શરૂ થયેલા પાટણ માર્કેટયાર્ડ ખાતે પંથકના ખેડૂતો દ્વારા પોતાની વિવિધ જણસો વેચાણ માટે લાવતા જેની વિધિવત્ત રીતે હરાજીનો આરંભ કરવામાં આવ્યો હતો. પાટણ માર્કેટયાર્ડમાં દિવાળીના વેકેશન બાદ બુધવારે લાભપાંચમના દિવસે વેપારીઓ દ્વારા ધંધા રોજગારના મુહૂર્ત કરી હરાજીનો આરંભ કરવામાં આવ્યો હતો.
વહેલી સવારથી જ જિલ્લામાંથી ખેડૂતો મગફળી,કપાસ અને એરંડા સહિત ની જણસો વેચવા માટે આવતા પ્રથમ દિવસે જ માર્કેટયાર્ડમાં કપાસ,મગફળી એરડાની સારી આવક થઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
પાટણ માર્કેટયાડ માં લાભ પાંચમના શુભ મુહૂર્તના દિવસે આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ચેરમેન સ્નેહલ પટેલ તથા બોર્ડ ડિરેક્ટરો સહિત વેપારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા અને નવા વર્ષની એકબીજા ને શુભેચ્છાઓ પાઠવી હતી. લાભ પાચના શુભ મહુર્ત માં મગફળી ની અંદાજીત 5 હજાર બોરી આવક થઈ હતી જેમાં ઉંચા ભાવ 1070 રહ્યા હતા.તો એરંડાની અંદાજીત 2335 જેટલી બોરી ની આવક થઈ હતી જેમાં 1250 થી 1297 ભાવ પડ્યા હતા. જયારે કપાસ ની 25 ગાડી જેટલી આવક થઈ હતી જેના ઉંચા ભાવ 1571 પડ્યા હતા. આમ પ્રથમ દિવસે મગફળી, કપાસ અને એરંડા ની સારી એવી આવક પાટણ માર્કેટયાર્ડમાં થઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
Tags DIWALI Marketyard Pancham patan