સિધ્ધપુર ના ખળી ચાર રસ્તા નજીક ખેતર માથી જુગાર રમતાં ૯ જુગારીઓને ઝડપી લેતી પાટણ એલ.સી.બી.ટીમ

પાટણ
પાટણ

રોકડ રકમ રૂ.૧,૧૨,૩૦૦ તથા મોબાઇલ નંગ-૦૮ કિં.રૂ.૪૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૫૨,૩૦૦ નો મુદામાલ જપ્ત કરતી પોલીસ..

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયીનાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહી અને જુગારને લગતની ગે.કા પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ વી.આર.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળએલસીબી સ્ટાફના માણસો સિધ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે ઠાકોર કેવળજી અનવાજી રહે.સિધ્ધપુર ખળી ચાર રસ્તા તા.સિધ્ધપુર જી. પાટણવાળા ના કબજા ભોગવટાના ખેતરમાં બનાવેલ રહેણાક મકાનના પાછળના ભાગે ખુલ્લામાં જાહેરમાં કેટલાક ઇસમો ભેગા મળી બેસી ગંજીપાનાથી તીનપત્તીનો હાર જીતનો પૈસા પાનાનો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે ઉપરોક્ત જગ્યાએ ટીમે રેડ કરતા કુલ-૦૯ ઇસમોને રોકડ રકમ રૂ.૧,૧૨,૩૦૦/- તથા મોબાઇલ નંગ-૦૮ કિં.રૂ.૪૦,૦૦૦/- તથા ગંજીપાના મળી કુલ કિં.રૂ.૧,૫૨,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી તમામ ઇસમો વિરુધ્ધ સિધ્ધપુર પો.સ્ટે જુગાર ધારા મુજબનો ગુનો દાખલ કરી આગળ ની કાર્યવાહી સિધ્ધપુર પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પકડાયેલ આરોપીઓમાં

(૧) કેવળજી અનવાજી ઠાકોર રહે. સિધ્ધપુર ખળી ચાર રસ્તા તા. સિધ્ધપુર જી.પાટણ,

(૨) દિલીપભાઇ કાન્તીભાઇ પટેલ રહે. ભુણાવ ગામીવાસ તા.ઉંઝા જી મહેસાણા,

(૩) લક્ષ્મણજી કડવાજી ઠાકોર રહે.બ્રાહ્મણવાડા તા.ઉંઝા જી. મહેસાણા,

(૪) રોહિતકુમાર પ્રહલાદભાઇ પટેલ રહે. ભુણાવ રૂપલપરૂ તા. ઉંઝાજી.મહેસાણા,

(૫)રેવાજી રૂપાજી ઠાકોર રહે. બ્રાહ્મણવાડા તા.ઉંઝા જી મહેસાણા,

(૬) નરેન્દ્રસિંહ ઉર્ફે કનુજી ગોવિંદજી ઠાકોર રહે.ભુણાવ નાનોવાસ તા. ઉંઝા જી.મહેસાણા,

(૭) દીલીપકુમાર ગંગારામભાઇ પટેલ રહે. કહોડા ગણેશપુરા તા. ઉંઝા જી.મહેસાણા,

(૮) સુરેશજી રમણજી ઠાકોર રહે.બ્રાહ્મણવાડા ઠાકોરવાસ તા.ઉંઝા જી.મહેસાણા અને

(૯) સુનિલભાઇરામાભાઇ પટેલ રહે.બ્રાહ્મણવાડા વચલુપરૂ તા.ઉંઝા જી.મહેસાણા વાળા હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.