અમદાવાદ શહેરમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે બે ઈસમોને પાટણ LCBએ ઝડપી પાડ્યા

પાટણ
પાટણ

પાટણ એલસીબી પોલીસે અમદાવાદ શહેરમાંથી ચોરાયેલ એક એક્ટીવા અને એક મોટર સાયકલ સાથે બે ઈસમો ને માખણીયાપુરા ત્રણ રસ્તા પાસેથીઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પાટણ પોલીસને મિલ્કત સંબંધિત ગુન્હા શોધી કાઢવા કરેલ સૂચના આધારે ઈન્ચાર્જ પો.ઇન્સ. આર. એમ પરમાર એલ સી બી શાખા પાટણનાઓના માર્ગદર્શન હેઠળ એલ સી બી ટીમ ના માણસોએ મળેલ બાતમી હકીકત આધારે પાટણ સીટી એ ડીવી પો.સ્ટે વિસ્તારમાં માખણીયાપુરા ત્રણ રસ્તા પાસેથી એક એક્ટીવા તથા એક જીક્ષર મોટર સાથે રાહુલ અંબારામજી શંકરજી ઠાકોર ઉ.વ.21 રહે. અમદાવાદ કેશવનગર રામજીભાઇની ચાલી. સુભાષબ્રીજ પાસે તા.જી અમદાવાદ મૂળ રહે. કઠીવાડા તા સમી જી. શ્રવણજી વેરશીજી સેંધાજી ઠાકોર ઉ.વ.26 રહે. અમદાવાદ ખોખરા આશ્રયગૃહ અનુપમ બ્રીજ પાસે તા.જી.અમદાવાદ મૂળ રહે. કઠીવાડા તા.સમી વાળા બે ઇસમને પકડી પાડી પુછપરછ કરતાં અમદાવાદ શહેર ખાતેથી ચોરી કરેલ હોવાનું જણાવતાં હોઇ સદરી બન્ને ઇસમો સી.આર.પી.સી. કલમ 41(1) ડી મુજબ અટક કરી આગળની ઘટીત કાર્યવાહી કરવા પાટણ સીટી એ ડીવી. પો.સ્ટે સુપ્રત કરવામાં આવેલ છે.આરોપી પાસે થી કબ્જે કરેલ એક્ટીવા નંબર- જી.જે.01.ઈ.ઝેડ.3363કિં.રૂ.30.000,જીક્ષર મો સા. નંબર- જી.જે. 18 સી કે 9457 કિં.રૂ.40,000/- મળી કુલ કિં.રૂ.70,000 નો મુદ્દામાલ પોલીસે કાબેજે કર્યો છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.