પાટણ LCBએ હાથ બનાવટનો તમંચો અને કાટીઝ નંગ-01 સાથે બે ઈસમોને ઝડપી પડ્યા

પાટણ
પાટણ

પાટણ એલસીબી પોલીસે સમી પો.સ્ટે. વિસ્તારમાંથી દેશી બનાવટનુ કટુ (હાથ બનાવટનો તમંચો) તથા નંગ-01 સાથે બે ઈસમોને બિસ્મીલ્લાબાદ ખાતે અને એક ને રાધનપુર ખાતે ઝડપી વધુ કાર્યવાહી માટે સમી પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા હતા.પાટણ પોલીસ ને ગેરકાયદેસર હથિયારના ગુન્હા શોધી કાઢવા સુચના આધારે આર.કે.અમીન પો.ઇન્સ. એલ.સી.બી. શાખા પાટણ નાઓ એલ.સી.બી. ટીમ સાથે પેટ્રોલીગમા હતા દરમ્યાન સમી પો.સ્ટે. વિસ્તારમાં હાઈવે ચાર રસ્તા ઉપર આવતા બાતમી હકિકત આધારે, એક ઈસમ પોતાની પાસે દેશી કટ્ટુ (હાથ બનાવટનો તમંચો) તથા કાર્ટીઝ લઈ બિસ્મીલ્લાબાદ બસ સ્ટેન્ડ ખાતે આજુબાજુમાં ફરે છે અને તેને બદનમાઁ કાળા કલરનુ સફેદ ચોકડીવાળુ શર્ટ પહેરેલ છે. તેમજ કમરે જીન્સ પહેરેલ છે અને માથે ખુલ્લો છે. જે હકિકત આધારે બિસ્મીલ્લાબાદ ખાતેથી ઉક્ત ઈસમ દેશી કટ્ટુ (હાથ બનાવટનો તમંચો) તથા કાર્ટીઝ નં-01 સાથે મળી આવેલ તેમજ તમંચો મેળવવા સારૂ સંપર્ક કરાવી આપનાર ઈસમને રાધનપુર ખાતેથી પકડી બન્ને ઈસમો વિરૂધ્ધમાં સમી પો.સ્ટે. ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પાટણ એલ સી.બી. ના અધિકારી/કર્મચારીઓ દ્વારા દેશી બનાવટનુ કટ્ટુ (હાથ બનાવટનો તમંચો) તથા કાર્ટીઝ નંગ 01 સાથે આરોપી ઠાકોર અમરસિંહભાઈ હેમાભાઈ ભાવાભાઈ ઉ.વ.42 રહે બિસ્મીલ્લાબાદ (નવા ગામ) તા.સમી જી. પાટણ અને રાવળ પ્રભુભાઈ ઉર્ફે કટીયો મલુભાઈ રહે. રાધનપુર રવિધામ તા.રાધનપુર વાળા ને ઝડપી પડ્યા હતા એ બંને આરોપી પાસે થી દેશી કટ્ટુ (હાથ બનાવટનો તમંચો) નં-01 કિ.રૂ.10,000 અને કાર્ટીઝ નંગ-01 કિ.રૂ.100નો મુદામાલ કબજે કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.