પાટણઃ કોરોના આતંકથી ડગમગ્યા, પ્રથમવાર સ્વયંભૂ સજ્જડ બંધ શરૂ.

પાટણ
પાટણ

પાટણ શહેર અને જિલ્લાભરમાં કોરોના કેસની સંખ્યામાં વિસ્ફોટ પર વિસ્ફોટ થતા જનમાનસમાં હાહાકાર મચી ગયો છે. આથી રાજ્ય અને કેન્દ્ર સરકારે આપેલા લોકડાઉન બાદ સૌ પ્રથમવાર નવા નિર્ણયની અમલવારી સામે આવી છે. પાટણમાં આજથી સ્વયંભૂ બપોર બાદ સજ્જડ બંધનું પાલન થઇ રહ્યુ છે. આવી સ્થીતીમાં લોકોએ જાતે જ આંશિક લોકડાઉન તરફ જવાની મજબૂરીનો સ્વીકાર કર્યો છે.

પાટણ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના કેસોની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધી રહી છે. સંક્રમણ ક્યાંથી ક્યાં જઇ રહ્યુ છે તે અનિશ્વિત બની જતા આરોગ્ય આલમ સહિત વેપારીઓ અને જનતામાં દોડધામ મચી ગઇ છે. ચેપનો રાફડો ફાટી ગયો હોઇ વેપારીઓએ બપોર પછી ધંધા વ્યવસાય બંધ રાખવાનો જાત નિર્ણય લીધો છે. જેનાથી આજે પાટણ શહેર સહિત અનેક ગ્રામ્ય પંથકમાં બપોરે એક વાગ્યા પછી આંશિક લોકડાઉન શરૂ થયુ છે.

સરકારના લોકડાઉન બાદ અનલોક દરમિયાન કોરોના દર્દીઓની સંખ્યા ચિતાની સ્પીડની જેમ વધી રહી છે. રોજે રોજ ડબલ આંકડામાં કોરોના દર્દીઓની વિગતો જાહેર થતી હોઇ રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આવી સ્થીતીમાં કોરોનાથી બચવા બપોર બાદ આવશ્યક કામ સિવાય બહાર ન જવા ખુદ જનતાએ નિર્ણય કર્યો હોવાની ઘટના સ્પષ્ટ થઇ છે. કોરોના વાયરસનો આતંક છેલ્લા ત્રણ મહિનાથી યથાવત હોઇ વેપારી સહિતના લોકોએ ભારે મુંઝવણ વચ્ચે કોવિડ ગાઇડલાઇનનો કડકપણે અમલ કરવાની શરૂઆત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.