પાટણ શહેર ભાજપ દ્રારા પરંપરાગત રીતે પાટણ કા રાજા ગણેશ મહોત્સવનો પ્રારંભ કરાયો

પાટણ
પાટણ

શ્રી ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે પાટણ શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તાર સહિત જુદા જુદા ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરી ગણેશ ભક્તોએ ગણપતિ બાપા મોરિયા ના ગગન ભેદી નાદ વચ્ચે સમગ્ર પાટણ શહેરને શ્રી ગણેશમય બનાવ્યું હતું. ત્યારે પરંપરા અનુસાર પાટણ શહેરના જૂનાગંજ ખાતેના ગણેશ પંડાલમાં ભારતીય જનતા પાર્ટી પાટણ શહેર દ્વારા આયોજિત કરાતા પાટણ કા રાજા ગણેશ મહોત્સવ નો ભક્તિમય માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.


પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કરાયેલા આ ગણેશ મહોત્સવ પૂર્વે શહેરના લક્ષ્મી નગર ખાતે યજમાન પરિવાર ડોક્ટર નીતિનભાઈ પટેલના નિવાસ સ્થાનેથી વિઘ્નહર્તા દેવની પુજા અચૅના અને આરતી કરી ભવ્યાતીભવ્ય શોભાયાત્રા ભક્તિ સંગીતના સુરો સાથે પ્રસ્થાન પામી બગવાડા દરવાજા થઈને જુનાગંજ ખાતેના ગણેશ પંડાલમાં સંપન્ન બની હતી. વિઘ્નહર્તા દેવની આ શોભાયાત્રામાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હીનાબેન શાહ,કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, પક્ષના નેતા ઠાકોર દશરથજી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને યજમાન પરિવારના સભ્યો જોડાયા હતા.શહેરના બગવાડા દરવાજા ખાતે ગજાનંદ ગણપતિ ની આરાધના સાથે ઔએ રાસ ગરબાની રમઝટ બોલાવી વાતાવરણ ને ગણેશમય બનાવ્યું હતું. જુના ગંજ બજાર ખાતે ગણેશ પંડાલમાં પાટણ કા રાજા ની સ્થાપના કર્યા બાદ ઉપસ્થિત આગેવાનો દ્વારા મહા આરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પાટણના નગરજનો એ જોડાઈ દર્શન પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.