પાટણ જિલ્લાની કુસ્તી, ખોખો, વોલીબોલ, કરાટે સહિતની રમતો રમાઈ

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત ખોખો, કરાટે, વોલીબોલ અને કુસ્તીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જે ખેલાડીઓ વિજેતા થશે એમાં વ્યક્તિગત રમતની અંદર બે ખેલાડીઓ રાજ્યકક્ષા માટે જશે અને ટીમમાં સિલેક્શન ટીમ એક ટીમ ઉપર જશે તેમ ચાર રમતનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.પાટણ જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત પાટણ સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે ભાઈઓ અને બહેનોની કુસ્તી સ્પર્ધાનું આયોજન રમતગમત સંકુલ પાટણ ખાતે કરવામાં આવેલું છે જેમાં ગઈકાલે તારીખ 24 1, 2024 ના રોજ બહેનોની અંદર 14 ની અંડર 17 અને ઓપન એ જ કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી. જ્યારે આજે અંડર 14 અને અંડર 17 ભાઈઓની કુસ્તી અને ઓપન સ્પર્ધા ચાલી રહી છે જેમાં 110 ખેલાડીઓએ વિવિધ કેટેગરી સ્પર્ધામાં ભાગ લીધેલો છે.આમાંથી પ્રથમ અને બીજો નંબર વિજેતા થનાર ખેલાડી ભાઈઓ જે રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે.


પાટણ પીકે કોટવાલ મેદાન ખાતે વોલીબોલ સ્પર્ધા યોજાઈ રહી છે. તો પ્રાથમિક શાળા ખાતે ખોખો સ્પર્ધા ચાલી રહી છે. કરાટે આદર્શ સ્કૂલ ખાતે ચાલી રહી છે. રમત ગમત અધિકારી કિરણ પટેલે જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત આજરોજ ખોખો ,કરાટે, વોલીબોલ અને કુસ્તી નું આયોજન કરેલ છે જે ખેલાડીઓ વિજેતા થશે એમાં વ્યક્તિગત રમત ની અંદર બે ખેલાડીઓ રાજ્યકક્ષા માટે જશે અને ટીમમાં સિલેક્શન ટીમ એક ટીમ ઉપર જશે તેમ આજરોજ ચારેય ચાર રમતનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.અને શાંતિપૂર્ણ માહોલમાં રમતો રમાઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.