પાટણ જિલ્લા AAPદ્વારા ગેસના બાટલાના તોતિંગ ભાવ અને મહિલા સન્માન રાશિને લઈ વિરોધ પ્રદર્શિત કર્યો

પાટણ
પાટણ

રાજસ્થાનમાં ભાજપ સરકાર 450 રૂપિયામાં રાંધણ ગેસના બાટલા વિતરિત કરવામાં આવી રહ્યા છે, સાથે જ અન્ય રાજ્યમાં 3000 રૂપિયાની સન્માન રાશિ આપવા આવી રહી છે જ્યારે ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ સરકાર હોવા છતાં 1000 રૂપિયામાં રાધણ ગેસના બાટલા વિતરિત કરવામાં આવી રહ્યા છે અને મહિલા સન્માન રાશિ મળી નથી રહી. ત્યારે આ ભ્રષ્ટ ભાજપ સરકારની બેવડી અને રાજ્ય વચ્ચે ભેદભાવ કરવાની નીતિ સામે પાટણ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે પાટણ જિલ્લા આમ આદમી પાર્ટી ના હોદેદારો અને કાર્યકરો દ્વારા ગુજરાતમાં રાધણ ગેસના બાટલાના સતત વધતા જતા ભાવને લઈને ઉગ્ર વિરોધ કરી ભારે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.આ સાથે જ પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા પાટણ શહેરની જાહેર જનતાને મળી ભાજપ સરકારની આ બેવડીનીતી થી લોકોને અવગત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ બાબુજી ઠાકોર, પ્રદેશ SC સેલ ઉપાધ્યક્ષ રાહુલભાઈ પરમાર, પ્રદેશ કિશાન મોરચા સહમંત્રી રાજુજી ઠાકોર, પ્રદેશ સોશિયલ મીડિયા સહમંત્રી સ્વયંભાઈ સાલવી, જિલ્લા SC સેલ પ્રમુખ જગદીશભાઈ પરમાર, જિલ્લા ઓ.બી.સી સેલ પ્રમુખ નિકેશભાઈ ઠાકોર, જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ રાણાજી ઠાકોર, જિલ્લા ખજાનચી મનુભાઈ ઠક્કર, પાટણ શહેર પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, જિલ્લા SC સેલ ઉપાધ્યક્ષ દિલીપભાઈ સોલંકી, જિલ્લા SC સેલ ઉપાધ્યક્ષ વિનુભાઈ સોલંકી, પાટણ તાલુકા ઉપાધ્યક્ષ ભદ્રેશજી ઠાકોર, પાટણ તાલુકા ઓ.બી. સી સેલ પ્રમુખ ભૂપતજી ઠાકોર, પાટણ શહેર S.C સેલ પ્રમુખ જે. ડી પરમાર, ફતેસિંહ ઠાકોર રાજુભાઈ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.