રાધનપુરની નાલંદા વિદ્યાલયના યજમાન પદે પાટણ જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ 2024 યોજાયો

પાટણ
પાટણ

રમત-ગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત પાટણ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ 2024 નું નાલંદા વિદ્યાલય રાધનપુરના યજમાન પદે આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કલા સાહિત્ય અને સાંસ્કૃતિક વિભાગની કુલ 23 જેટલી સ્પર્ધા યોજાઈ હતી.જિલ્લા કક્ષાના આ કલામહાકુંભમાં સદર શાળાના વિદ્યાર્થીઓએ 10 જેટલી જુદી જુદી સ્પર્ધામાં ભાગ લીધેલ તેમજ સદર શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ધવલભાઈ સુથારે ધારાસભ્ય લવિંગજીભાઈ સોલંકીની સ્વહસ્તે તૈયાર કરેલ પ્રતિકૃતિ એમને ભેટ આપી હતી.

આ પ્રસંગે શાળાના આચાર્ય રમેશભાઈ ચૌધરી ઉપસ્થિત સર્વે મહેમાનઓનો પરિચય તેમજ શાબ્દિક સ્વાગત કર્યું હતું.. કાર્યક્રમમાં જિલ્લાના સ્પર્ધક યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે મુખ્ય મહેમાન પદે લવિંગજીભાઈ સોલંકી ધારાસભ્ય રાધનપુર , ભરતભાઈ ચૌધરી સદસ્ય જિલ્લા પંચાયત પાટણ , અતિથિ વિશેષ તરીકે પ્રફુલભાઈ ઠક્કર (વૈષ્ણોદેવી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ રાધનપુર) ભરતભાઈ પટેલ પ્રમુખ (તાલુકા પંચાયત રાધનપુર ) બાબુભાઈ ચૌધરી, નરેશભાઈ ચૌધરી (જીલ્લા રમત ગમત અધિકારી પાટણ ) રીંકલબેન , ભેમાભાઈ ચૌધરી (ચેરમેન એપીએમસી વારાહી) અનિષાબેન (ઈ.આઈ .પાટણ ) દઝાભાઈ પટેલ (મંત્રી વિવેકાનંદ વિકાસ મંડળ રાધનપુર) આનંદભાઈ ચૌધરી( એડીઆઈ પાટણ) ખેતાભાઇ પટેલ( આચાર્ય આદર્શ વિદ્યાલય રાધનપુર ) તેમજ વિવિધ સ્પર્ધાઓ માટે તજજ્ઞ નિર્ણાયકઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્યએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં આપણને 64 પ્રકારની કળા પૈકી આપણામાં રહેલ સુષુપ્ત શક્તિને ઓળખીને તેમાં નિપુણતા મેળવીને ,જીવનમાં સતત આગળ વધવાની તેમજ આપણી ભવ્ય સંસ્કૃતિને સદૈવ ઉજાગર કરવાની પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના શિક્ષક સુરેશભાઈ જોશી તેમજ રસિકભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું તેમજ કાર્યક્રમની આભાર વિધિ શિક્ષક રઘુભાઈ સુથાર દ્વારા કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.