પાટણ જિલ્લા ચૂંટણી અધિકારીએ મતગણતરી કેન્દ્ર કતપુરની મુલાકાત લીધી

ચૂંટણી 2022
ચૂંટણી 2022

ભારતીય ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખની જાહેરાત કરી છે. તા.01.12.2022 અને તા.05.12.2022 ના રોજ બે તબક્કામાં રાજ્યમાં મતદાન થશે અને તા.08.12.2022 ના રોજ મતગણતરી કરવામાં આવશે. ચૂંટણીની તારીખ જાહેર થતા જ રાજ્યભરમાં વહિવટી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પાટણ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં તા.05.12.2022ના રોજ બીજા તબક્કામાં મતદાન કરવામાં આવશે. તેમજ સરકારી એન્જીયનીયરીંગ કોલેજ કતપુર ખાતે મતગણતરી કરવામાં આવશે ત્યારે મતગણતરી કેન્દ્ર પર વ્યવસ્થા મામલે નોડલ અધિકારીઓ, જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિત સીંઘ ગુલાટી દ્વારા જાતચકાસણી કરવામાં આવી હતી.

પાટણ જિલ્લાની મતગણતરી એન્જીનીયરીંગ કોલેજ કતપુર ખાતે કરવામાં આવશે, તેથી મતગણતરી કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત, વીજળી વ્યવસ્થા, ઇમર્જન્સી વ્યવસ્થા, પીવાનું પાણી, શૌચાલય, અગ્નિશામક વ્યવસ્થા, વાહન વ્યવહાર, મીડિયા સેન્ટર વગેરે અંગે પૂરતી ચકાસણી જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિત સીંઘ ગુલાટી દ્વારા કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના નોડલ ઓફિસર્સ સાથે મતગણતરી કેન્દ્રની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિત સીંઘ ગુલાટીએ મતગણતરી કેન્દ્ર પરની વ્યવસ્થા મામલે માર્ગદર્શન આપ્યું હતુ અને સંબધિત નોડલ ઓફિસર્સ પાસેથી જરૂરીયાત મુજબ સુચનો પણ લીધા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.