પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્રારા જંત્રી વધારાના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર આપ્યું

પાટણ
પાટણ

રાજ્યના પ્રવર્તમાન જંત્રીના દરમાં કરેલ અસહય વધારા અંગે પ્રજા લક્ષી અભિગમ રાખવા બાબતે રાજ્ય વ્યાપી બિલ્ડર એસોસિએશન દ્વારા દરેક જિલ્લાઓમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની લાગણી અને માગણી વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન ક્રેડાઈ પાટણ દ્વારા પણ સોમવારે પાટણ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

કલેકટર ને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જેમા જંત્રીનો સૂચિત વધારો સરકારે જાહેર કર્યો છે એ જંત્રીનો વધારો એની સમય મર્યાદામાં વાંધો લેવાની વધારવામાં આવે ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે વાંધા સાંભળવામાં આવે કારણકે અત્યારે જે વાંધા સંભળાઈ રહ્યા છે તે ઓનલાઈન વાંધા સભળાઈ ગયા છે જ્યારે ખેડૂતલક્ષી જે વાતો છે તે ઓફલાઈન હોય તો જ સાચી વાત સરકાર સુધી પહોંચી શકે તેમ છે અને આ જંત્રીનો ભાવ વધારો જે રીતે વધ્યો છે અને તે પાછો લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં આમ નાગરિકનો મકાન લેવાનું સ્વપ્ન રોળાઈ જશે અથવા તો ઘણું ડીલે થશે અને ખેડૂત પોતાનો માલ નહીં વેચી શકે આ સિવાય 2011માં જે જંત્રીઓ વધી હતી .

જે તે જોગવાઈઓનું પણ કંઈક ઉલ્લેખન થઈ રહ્યું હોવાનું આવેદનપત્ર મા જણાવ્યું હોવાનું પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશનના હિતેશભાઈ ઠક્કરે જણાવી વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ થવો જોઈએ તે પણ થયો ન હોવાનું જણાવ્યું હતું અને આ જંત્રી પાછી ખેંચવાની રજૂઆત ક્રેડાઈ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં કરવામાં આવી હોવાનું જણાવી જો સરકાર આગામી સમય માં ક્રેડાઈ ગુજરાત ની રજુવાત નહિ સાંભળે તો મોટું અને ભવ્ય આંદોલન થવાની શક્યતાઓ તેઓએ વ્યક્ત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.