પાટણ જિલ્લા અને શહેર ભાજપ દ્રારા વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા

પાટણ
પાટણ

પાટણ જિલ્લા અને શહેર ભાજપ દ્ધારા તા.17 મી સપ્ટેમ્બર થી તા.2 ઓકટોબર સુધી સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યું છે. ત્યારે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી પાટણ શહેર અને જિલ્લા દ્રારા વિવિધ સેવા પ્રોજેકટના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યાં હતાં.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિન નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી કે.સી.પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી,પાટણ પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ઉપ-પ્રમુખ હીનાબેન શાહ સહિત પાટણ શહેર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ,આગણવાડી ના બાળકોને પોષણ કીટ, સગર્ભા બહેનોને સુખડી,જરૂરિયાતમંદ વિસ્તારોમાં કપડાંનું વિતરણ સહિત, વૃક્ષારોપણ જેવા સેવા પ્રોજેક્ટ કરવામાં આવ્યાં હતાં.આ સાથે આગામી સેવા પ્રોજેક્ટોમાં સુપોષણ અભિયાન, લાભાર્થી સંપર્ક સંમેલન,રક્તદાન કેમ્પ, આયુષ્માન આપકે દ્વાર,મેડિકલ કેમ્પ,મનકીબાત,પંડિત દિનદયાળ ઉપાધ્યાયને પુષ્પાંજલિ ,ખાદી ખરીદી, સ્વચ્છતા અભિયાન સાથે મારી માટી મારો દેશ જેવા સેવા પ્રોજેક્ટોનુંઆયોજન ગ્રામ્યકક્ષાએ,તાલુકા કક્ષાએ અને શહેરી કક્ષા એ યોજવામાં આવનાર હોવાનું ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે. સી. પટેલ અને જિલ્લા પ્રમુખ ડો.દશરથજી ઠાકોરે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.