![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/08-37.jpg)
પાટણ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગે ભવ્ય ત્રિરંગા યાત્રા યોજી
પાટણ શહેરની એમ.એન. હાઈસ્કૂલ ખાતે થી હર ઘર તિરંગા યાત્રાને લઈને પાટણ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા માર્ચ પાસ્ટ, તિરંગા પરેડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો સહિત એન.સી.સી બાળકો અને સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત વહીવટી તંત્ર જોડાયું હતું.પાટણ શહેરની એમ એન હાઈસ્કૂલ ખાતે આઝાદીના પર્વ પૂર્વે શહેરમાં દેશભક્તિનો માહોલ ઉભો થાય અને સૌ લોકોમાં દેશ પ્રેમની ભાવના વધુ પ્રબળ બને તેવા ઉદ્દેશ સાથે શહેરમાં પોલીસ તંત્ર અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે રવિવારના સાંજે શહેર ની એમ એન હાઈસ્કૂલ ખાતે થી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.આ તિરંગા યાત્રા એમ.એન હાઈસ્કૂલથી પ્રસ્થાન થઈ શહેરના મેન બજાર ખાતે થી નીકળી દોશીવટ,બજાર, હિંગળાચાચર ,બગવાડા થઈ રેલવે સ્ટેશન ખાતે સમાપન થઈ હતી. ત્રિરંગા યાત્રામાં પોલીસ તંત્ર વહીવટી તંત્ર સાથે શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓ દેશ પ્રેમીઓ અને શાળાના બાળકો જોડાયા હતા. તો ત્રિરંગા યાત્રાનું શહેરમાં ઠેર-ઠેર પુષ્પ વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.