![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/પાટણ-ધારપુર-મેડિકલ-hed.jpg)
પાટણ ધારપુર મેડિકલ કોલેજ કેમ્પસમાં ફી વધારા મામલે પુનઃ વિધાર્થીઓ અને વાલીઓ એ દેખાવો કયૉ
સરકાર દ્વારા ફી વધારા પાછો ખેંચ્યો છતાં મેડિકલ કોલેજ ના વિધાર્થીઓ અને વાલીઓએ હજુપણ ફી ધટાડવા સુત્રોચ્ચાર કયૉ: પાટણ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ધારપુર ખાતે મેડિકલ ના વિદ્યાર્થીઓ અને વાલીઓએ સરકાર દ્વારા ફી વધારામાં આપેલ રાહતથી અસંતોષ વ્યકત કરી પુનઃ ગુરૂવારે ફી વધારો હજુ ઓછો કરવાની માગ સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ ધારપુર મેડિકલ કોલેજ ખાતે એમબીબીએસ ના વિદ્યાર્થીઓ અને વાલીઓએ ફી વધારા મામલે સરકાર વિરુદ્ધ સૂત્રોચારો પોકારી દેખાવો કયૉ હતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે ધારપુર મેડિકલ કોલેજ કેમ્પસ ખાતે પહોંચ્યા હતા અને મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર આપી સરકાર દ્વારા જે ફી વધારો પરત ખેંચવામાં આવ્યો છે તે નહિવત્ હોવાનું જણાવી હજુ પણ ફી વધારામાં ધટાડો કરવામાં આવે તેવી માંગ કરી સરકાર દ્વારા સંચાલિત 6 મેડિકલ કોલેજો મુજબ ધારપુર મેડિકલ કોલેજ ના વિધાર્થીઓની ફી લેવા માંગ કરી 85% સીટો ગુજરાતના વિદ્યાર્થીઓને ફાળવવા ઉગ્ર રજૂઆત કરી એન ક્યુ અને એન આર આઈ કોટા નાબૂદ કરવા જણાવ્યું હતું.
વાલીઓ અને વિદ્યાર્થીઓએ ફી ભરવા સરકાર સામે ભીખ માગતા પ્લેકાર્ડ સાથે પોતાનો વિરોધ પણ પ્રદશિર્ત કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા.