![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/07-19.jpg)
પાટણ કોમર્સ કોલેજના યજમાન પદે ફૂટબોલ સ્પર્ધા યોજાઈ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત ટી. એસ. આર. કોમર્સ કોલેજ, પાટણના યજમાન પદે સોમવારે બહેનોની આંતર કોલેજ ફૂટબોલ સ્પર્ધાનું આયોજન એન.જી.ઇ.એસ.ના ગ્રાઉન્ડ પર કર્યું હતુ. જેમાં કુલ 9 ટીમોએ ભાગ લીધેલ હતો. આ સ્પર્ધામાં પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ, પાટણ વિજેતા થયેલ તેમજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હિંમતનગર ઉપવિજેતા રહી હતી.
વિજેતા ટીમને બોર્ડ ઓફ સ્પોર્ટ્સ મેમ્બર ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ.કિરીટભાઈ પટેલ, કોમર્સ કોલેજ પ્રિન્સિપાલ ડૉ.એચ.એસ.વિરમગામી, એન.જી.ઇ.એસ. કેમ્પસના ડેવલપમેન્ટ ઓફિસર જયભાઈ ધ્રુવ અને સ્પર્ધા મંત્રી ડૉ.ગૌરાંગ વાય.રામીએ બિરદાવ્યા હતા.