પાટણ એ ડિવિઝન પોલીસે બજારમાં પતંગ સ્ટોલની તપાસ હાથ ધરી

પાટણ
પાટણ

ઉતરાયણ પર્વને લઈ પાટણ શહેર એ ડિવિઝન દ્વારા શહેરના મેઈન બજારોમાં ઉભા કરાયેલા દરેક પતંગ સ્ટોલની મુલાકાત લઈ ચાઈનીઝ દોર, તુક્કલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓની તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા પાટણ એસ પીના માર્ગદર્શન હેઠળ પાટણ શહેરના મેઈન બજારમાં ચાઈનીઝ દોરા, પ્લાસ્ટિક માંઝા તેમજ તુક્કલનું વેંચાણ ના થાય તે માટે ચેકિંગ કરાયું હતું. પતગ સ્ટોલના વેપારીઓને જીવ જોખમાય તેવી વસ્તુઓનું વેંચાણ ના કરવા અપીલ પણ કરાઈ હતી. જીવદયા માટે વિભાગ દ્વારા જ્યાં જ્યાં ઉતરાયણની ઉજવણી સ્વરૂપે ચાઈનીઝ વસ્તુઓનું વેચાણ થતું હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી સૂચનાઓ આપવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન કોઈપણ સ્થળે પ્રતિબંધિત વસ્તુઓ જોવા મળી ન હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.