પાટણ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પંચાયતી રાજ વર્કશોપ કાર્યક્ર્મ યોજાયો

પાટણ
પાટણ

ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત *શેઠ એમ.એન.હાઈસ્કૂલ અને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન,પાટણના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં વ્યાકરણ પ્રત્યે રસરુચિ વિકસે તેવા ઉમદા અભિગમ સાથે વ્યાકરણના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી . શાળા ના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર દ્વારા તજજ્ઞ બાબુભાઈ નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમણે બાળકો ને જણાવ્યું કે આ વર્કશોપથી બાળકો બૉર્ડની પરીક્ષા માટે તો સક્ષમ બનશે સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ અન્ય વિદ્યાર્થીઓ સામે ટકી શકશે.આ વર્કશોપમાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, રાધનપુરના સંયોજક અને રાધનપુર તાલુકાની શ્રી વિવેકાનંદ, વિદ્યાલય,વડનગરના ભાષાશિક્ષક બાબુભાઈ વી.સોલંકીએ વિષયનિષ્ણાત તરીકે સેવા આપી હતી. વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોમાં જે સભાનતા રાખતા હોય છે તેવી સભાનતા ગુજરાતી વ્યાકરણમાં રાખતા હોતા નથી. અન્ય વિષયોની જેમ માતૃભાષામાં પણ યોગ્ય સભાનતા રાખવી જોઈએ.વ્યાકરણના ગુણ રોકડિયા ગુણ છે. જો યોગ્ય નિયમની જાણકારી હોય તો ગુજરાતી વિષયમાં 80ગુણના પેપરમાં 70 આસપાસ ગુણ સહેલાઈથી મેળવી શકાય.


આ વર્કશોપમાં જોડણી, ધ્વનિશ્રેણી, સંજ્ઞા,વિશેષણ,સમાસ,અલંકાર જેવા વિવિધ એકમોને સરળ રીતે નિયમો અને વિવિધ પ્રયુક્તિ દ્વારા શીખવવામાં આવ્યા. આ વર્કશોપથી બાળકોના પરિણામમાં ફાયદો થશે તેમજ તેમનો વ્યાકરણ પ્રત્યે રસ વધશે.બૉર્ડ હોય કે સ્પર્ધાત્મક પરીક્ષા દરેક પરીક્ષા માટે એક એક ગુણ મહત્ત્વનો બની રહેતો હોય છે.બૉર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભાષામાં વધુ ગુણ મેળવે અને ભાષા પ્રત્યે રસ કેળવે તેવા શુભાશયથી કરેલા આ વર્કશોપમાં શાળાના ધોરણ-10ના 200થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ તબક્કે શાળાના ભાષાશિક્ષકો પણ જોડાયા હતા.શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કરે તજ્જ્ઞ બાબુભાઈ સોલંકીનું પુષ્પગુચ્છ અને શાલથી ઉષ્માભર્યું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું. કાર્યક્રમ નું સફળ સંચાલન વિરમજી ઠાકોર તેમજ મુકેશભાઈ અસારી એ કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.