20 રાજ્યોમાં શાખા ધરાવતા આરબીઝેડ જવેલર્સના માલિક મુળ પાટણના વતની : હવે લાવી રહ્યા છે 100 કરોડનો આઈપીઓ

પાટણ
પાટણ

પાટણના મૂળ વતની એવા સોના- ચાંદીના આભુષણોના વ્યવસાય સાથે સંકળાયેલા રાજેન્દ્ર ઝવેરી (રાજુભાઈ)એ અમદાવાદ ખાતે સ્થાયી થઈ આર.બી.ઝેડ જવેલર્સ લી.ના નામથી વિશ્વભરમાં જાણીતા બન્યા બાદ હવે શેરબજારમાં પર્દાપણ કર્યું છે. સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા મુળ પાટણના વતની એવા આ પ્રથમ વેપારી છે, જેઓ શેરબજારમાં પોતાની કંપનીના નામે આઈપીઓ લાવી રહ્યા છે.પાટણ ખાતે રાજેન્દ્રભાઈ ઝવેરી અને તેમના પુત્ર હરીતે જણાવ્યું હતું કે, તેમના દાદા બાબાભાઈ ઝવેરી પણ વર્ષો પહેલા પાટણમાં સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ત્યારબાદ અમદાવાદ સ્થાયી બની આજ વ્યવસાય સાથે સંકળાયેલા રહી અનેક ચડાવ- ઉતાર બાદ આર.બી.ઝેડ જવેલર્સ પ્રા.લી. નામની કંપની બનાવી છે. 100 કરોડનો આઈપીઓ બજારમાં લાવી રહ્યા છીએ. જેમાં એક શેરની કિંમત રૂ. 100 રાખી હોવાનું જણાવી શેરહોલ્ડસ સાથે પ્રમાણીકતા તેમજ કંપની અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.


રાજુભાઈના પુત્ર હરિત ઝવેરીએ પણ તેમના પિતાજીના વારસામાં મળેલા સંસ્કારો અને સિદ્ધાંતોને પૂર્ણ રીતે અમલમાં મૂકી રહ્યા હોવાનું જણાવીને માત્ર પૈસા માટે ધંધો નહીં પરંતુ ગ્રાહકોને વિશ્વસનીય સૌનુ અને દાગીના મળે તેવો તેમનો સંપૂર્ણ પ્રયાસ રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે આજે દેશના 20 રાજ્યો અને 72 મોટા સિટીમાં આરબીઝેડ જવેલર્સની શાખાઓ કાર્યરત હોવાનું જણાવીને તેમની પેઢીનું નેટવર્ક સતત વિકાસ પામી રહ્યું હોય પબ્લિકને પણ તેનો લાભ મળી શકે તેવા આશય સાથે રૂપિયા 100 કરોડનો આઈપીઓ લાવી રહ્યા છે. જન્મભૂમિ પાટણથી તેમને કાયમ પ્રેમ, આદર અને પ્રેરણા મળતી રહ્યી છે ત્યારે આઈપીઓને પણ પાટણમાંથી ભરપૂર પ્રતિસાદ મળશે અને પાટણવાસીઓ વધુ માત્રામાં આ ઈશ્યૂ ભરશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.