વારાહી-રાધનપુર માર્ગ પર તેલનું ટેન્કર પલટી જતા રસ્તા પર રેલમછેલ

પાટણ
પાટણ

વારાહી-રાધનપુર રોડ ઉપર સાદપુરા ગામના પાટિયા પાસે તેલ ભરેલ કન્ટેનર કોઈ અગમ્ય કારણોસર પલટી મારી જતા માગૅ પર તેલની રેલમછેલ થતાં આજુબાજુના લોકોએ તેલ લેવા માટે દોડી આવ્યા હતા જે વાસણ મળ્યું એમાં ભરીને લઈ ગયા હતા.અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ જગાણાથી એરંડાનું તેલ ભરી મુન્દ્રા જઈ રહેલું કન્ટેનર વારાહીના સાદપુરા ગામના પાટિયા પાસેથી ગતરાત્રિના સમયે પસાર થઈ રહ્યુ હતુ. ત્યારે અગમ્ય કારણોસર તેલ ભરેલ કન્ટેનર માર્ગ પર પલટી મારી જતા માર્ગ પર તેલ ની રેલમછેલ સજૉવા પામી હતી. તો બનાવની જાણ આજુબાજુમાં રહેતા રહીશોને થતા તેઓએ તેલ લેવા માટે દોડી આવ્યા હતા.જે વાસણ મળ્યું એમાં ભરી ને લઈ ગયા હતા.અકસ્માતના બનાવની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે આવી કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી. જોકે કન્ટેનર પલ્ટી મારી જવાના બનાવવામાં ડ્રાઇવર સહિતનો આબાદ બચાવ થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.