પાટણમાં છેલ્લા 8 માસમાં ઈસ્યુ થયેલા 3750 ઇ-ચલણમાંથી માત્ર 1283 ઈ-ચલણ જ ભરાયા
પાટણ શહેરમાં અને જિલ્લામાં ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરનારાઓને પોલીસ તંત્ર દ્વારા તેમનાં ઘરે ‘ઈ-મેમો’ ફટકારવામાં આવે છે. જે મેમા તેઓને સમયમર્યાદામાં ભરવા ફરજીયાત છે. પાટણ શહેરનાં વિવિધ વ્યૂહાત્મક વિસ્તારોમાં, શહેરનાં પ્રવેશવાનાં અને બહાર જતા રોડ રસ્તા માર્ગો ઉપર પાટણનાં પોલીસ તંત્રએ ‘નૈત્રમ પ્રોજેક્ટ’ અંતર્ગત 48 જેટલા પોઈન્ટો ઉપર 286 જેટલી સીસીટીવી કેમેરા મૂક્યા છે. આ તમામ સીસીટીવી કેમેરાનું સતત મોનિટરીંગ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં આવેલા ‘નેત્રમ કમાન્ડ કન્ટ્રોલ’માં મૂકાયેલા વિશાળ એલઈડી સ્ક્રીન ઉપર કરાયે છે. ને તેનું રેકોર્ડિંગ પણ થાય છે. આ કમાન્ડ કંટ્રોલ રૂમમાં 20 પોલીસકર્મીઓ અને 6 એન્જિનીયરો સતત ફરજ બજાવે છે. આ કંટ્રોલરૂમનાં ઇન્ચાર્જ તરીકે પીએસઆઈ પી.ડી. ચૌધરી કામગીરી પર નજર રાખે છે.
પાટણ શહેરમાં ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ ફટકરાવાનું મે માસ પૂર્વે થોડા સમય બંધક કરાયા બાદ મે માસથી પુનઃ શરૂ કરી દેવાયું છે. જેનાં કારણે મે-23 થી ડીસેમ્બર-23 દરમ્યાનનાં 8 માસમાં 3750 ઇ-ચલણ ઇસ્યુ થયા હતા. જેની દંડની કુલ રકમ રૂા. 17,39,650ની છે. તેમાંથી અત્યાર સુધી 1283 ઇ-ચલણની રૂા.6,03,300 રકમની ચૂકવણી થઇ છે. જ્યારે હજુ 2467 ઈ-ચલણની રૂા.11,36,350 ની રકમ વણ ચૂકવાયેલી છે. જેને ઈ-ચલણ મળ્યા છે ને 90 દિવસમાં તેઓ ભરપાઇ નથી કરતાં તેવાઓનાં ચલણોનો મામલો ઇ- ચલણ કોર્ટમાં સુપ્રત કરી કોર્ટ દ્વારા તે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં જુન-23માં – 112, જૂલાઇ-23માં – 293, ઓગષ્ટ- 23માં – 329, ઓગષ્ટમાં-386, સપ્ટેમ્બરમાં-68 ઇ-ચલણને કોર્ટ કાર્યવાહી માટે મોકલાયા છે.
આ સીસી ટીવી મારફત પોલીસ દ્વારા 140 જેટલા કેસોનો ઉકેલ લવાયો છે. જેમાં રોડ એક્સીડેન્ટનાં 24, ચોરીનાં-31, ખોવાયેલા વ્યક્તિનાં-15, ખોવાયેલી ચીજોનાં-33, મેળાઓમાં ટ્રાફિક વ્યવસ્થાપનનાં-2 અકસમાત પછીની તપાસમાં મદદરૂપ બનેલા 25 કેસ, લૂંટનાં-2, હિટ એન્ડ રનનાં 7, ધાડનો-1 કેસ મળી 140 કેસોનો ઉકેલ મેળવાયો છે.
Tags Banaskantha patan Siddhpur ગુજરાત