પાટણમાં બલોંચ પરિવાર ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા ઇનામ વિતરણ અને સન્માનિત સમારોહનું આયોજન

પાટણ
પાટણ

પાટણ જિલ્લા સહિત શહેરના વિવિધ સમાજો દ્વારા પોતાના સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરી તેઓને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે પાટણ શહેરમાં પ્રથમ વખત બ્લોચ પરિવાર ફાઉન્ડેશન દ્વારા મુસ્લિમ સમાજમાં શિક્ષણની કમી દૂર કરવા માટે સમાજના તેજસ્વી તારલાઓને સન્માન કરવાનો કાર્યક્રમ પાટણ ઈદગાહ ખાતે યોજાયો હતો.મુસ્લિમ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે સમાજ સંગઠિત બને અને કુરિવાજો દૂર થાય તે આશા સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખાન સરોવર પાસે આવેલા ઈદગાહ ખાતે બલોચ પરિવાર ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અને પાટણ ચાર જિલ્લાઓના વર્ષ 2022 23 માં ધોરણ 10 અને ધોરણ 12 સહિત ઉચ્ચ શિક્ષણના અભ્યાસની વિવિધ ડિગ્રીઓ પ્રાપ્ત કરેલ અને દિનની કઠિનમાં કઠિન તાલીમ મેળવીને હાફિઝ અને આલીમની સનદ મેળવેલ 70 થી 75 જેટલા વિદ્યાર્થીઓને સમારંભના અધ્યક્ષ મૌલાના ઇમરાન સાહબ પટની પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ યાસીન ખાન બલોચ મોટીવેટર અને કોર્પોરેટર ટ્રેનર ઇરફાનભાઇ મોગલ હેમંતભાઈ તન્ના મોહંમદહુંસેન ફારુકિની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ યોજાયો હતો.ત્યારે બલોચ સમાજમાંથી હાફિઝ અને આલીમની સનદ મેળવેલ આઠ જેટલા યુવાનોને શીલ્ડ અને વિવિધ મોમેન્ટો આપી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બી.એડ નર્સિંગ બીએસસી ધોરણ 10 અને 12 ના તેજસ્વી તારલાઓને શીલ્ડ અને વિવિધ મોમેન્ટો થકી તેઓને સન્માનિત કરી સમાજના બીજા વિદ્યાર્થીઓને પણ શિક્ષણ તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરાયા હતા.આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સમારંભના મુખ્ય મહેમાન તરીકે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલે બલોંચ પરિવાર ફાઉન્ડેશન ગ્રુપના સભ્યોને સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાના કાર્યક્રમ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જે સમાજ સમાજના સન્માનિત વ્યક્તિઓનું સન્માન કરતો નથી તેનો સમય જતાં નાશ થતો હોય છે અને શિક્ષણ એવું ધન છે કે તેની ચોર ચોરી કરી શકતો નથી અને ભાઈઓ પણ તેમાં ભાગ પડાવી શકતા નથી જેથી વિદ્યા ધન ને સૌથી શ્રેષ્ઠ ગણાવી મુસ્લિમ સમાજને શિક્ષણ તરફ આગળ વધવા અનુરોધ કર્યો હતો


પાટણના ધારાસભ્યએ જાહેર મંચ પરથી નોકરી વ્યવસાય કે વ્યાપાર ધંધામાં સૌથી વફાદારી મુસ્લિમ સમાજમાં જોવા મળતી હોવાનું જણાવી ટેકનિકલ ક્ષેત્રે મુસ્લિમ સમાજ ખૂબ જ આગળ છે પરંતુ મુસ્લિમ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તો ચોક્કસપણે સમાજ સિદ્ધિઓ સર કરી શકે તેમ હોવાનું જણાવી મુસ્લિમ સમાજના આગેવાનોને સમાજના યુવા ધનને શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો. તો બ્લોચ પરિવાર ફાઉન્ડેશન ગ્રુપના એડવોકેટ હુસેન ખાન બલોચ ડોક્ટર ઉમરખાન બલોચ કરીમખાન બાબા રસુલખાન મામા મોહમ્મદ ખાન રહીમ ખાન બલોચ ધનજી મંજી ટ્રાન્સપોર્ટ સહિત સમાજના આગેવાનો અને હોદ્દેદારોએ ખૂબ જ મહેનત કરી કાર્યકર્મને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે એડવોકેટ હુસેનખા બ્લોચે પ્રથમ વખત બલોંચ પરિવાર ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાના કાર્યક્રમ કરવા બદલ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.