પાટણ: શહેરમાં વધુ એક કેસ, સ્થાનિક સંક્રમણનું અનુમાન
પાટણ જીલ્લામાં આજે કોરોનાનો નવો એક કેસ સામે આવ્યો છે. શહેરના પિંઢારીયાવાડા વિસ્તારના 52 વર્ષના પુરુષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આ સાથ સ્થાનિક સંક્રમણને કારણે આ પુરૂષ ચેપગ્રસ્ત બન્યા હોવાનું માનવામાં આવી રહ્યુ છે. કોરોના પોઝીટીવ આવતા પુરૂષને તાત્કાલિક સારવાર અર્થે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.
પાટણ શહેરમાં આજે કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યુ છે. આજે શહેરના પિંઢારીયાવાડા વિસ્તારમાં કોરોનાનો નવો કેસ નોંધાયો છે. જેમાં 52 વર્ષના પુરુષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઇ આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી પુરૂષના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. આ સાથે સ્થાનિક સંક્રમણને કારણે યુવક ચેપગ્રસ્ત બન્યો હોવાનું અનુમાન છે. અત્યાર સુધી પાટણ જીલ્લામાં કુલ 79 કોરોનાના કેસ નોંધાયા છે.