પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે પુરુષોત્તમ ભગવાનને ચલણી નોટોની આંગી કરાઈ

પાટણ
પાટણ

ગુજરાતી તિથિ કેલેન્ડર પ્રમાણે દર 3 વર્ષે અધિક માસ આવે છે તેને પરસોત્તમ માસ પણ કહે છે ત્યારે ઉત્તર ગુજરાતનું કદાચ એક માત્ર કહી શકાય તેવું પૂર્ણ પુરસોત્તમ ભગવાનનું મંદિર ઐતિહાસિક અને મંદિરો ની નગરી પાટણમાં આવેલ છે. આ પૂર્ણ પુરસોત્તમ મંદિર લગભગ 700 વર્ષ જૂનું છે તેવી કિવદંતી છે. ઐતિહાસિક શહેર પાટણ શહેરમાં કોઠાકુઈ વિસ્તારમાં આવેલ આ મંદિરને ગંગા માતાની વાડી કહે છે આ જગ્યામાં માઁ ગંગા સતીની સમાધિ ઉપરાંત જમણી બાજુ શુઢ ધરાવતા ગણપતિ મહિસા સુર મર્દની, નારસંગા વીર દતરાત્રેય કટરવાળા હનુમાનજી બાલારામ મહાદેવ કાળ ભૈરવની મૂર્તિઓ પ્રસ્થાપિત છે. દર 3 વર્ષે અહીં કથા યોજાતી હોય છે અહીં અધિક માસમાં સાથિયાનું મહત્વ સાથે સાથે હિંડોળા, આંગી થતી હોય છે ઉત્સવોને અનુલક્ષીને બુધવારના રોજ ભક્તજનો દ્વારા ભગવાન શ્રી પુરુષોત્તમજીની ચલણી નોટોની આંગી રચના કરી હતી.આ આંગી રચનામાં રૂપિયા દસ, વીસ, પચાસ, સૌ અને બસો,પાચસૌ અને બે હજારના દરની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભગવાન શ્રી પુરુષોત્તમજીને ચલણી નોટોની કરાયેલી આંગીના દર્શન માટે મોટી સંખ્યામાં પાટણના ધર્મપ્રેમી નગરજનો ઉમટ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.