પાટણમાં રક્ષાબંધન પવૅ ને લઈ બહેનોએ પોતાના ભાઈ માટે નીત નવી રાખડીની ખરીદી શરૂ કરી

પાટણ
પાટણ

પાટણ બજારમાં વિવિધ વેરાઈટીવાળી રાખડીઓ બહેનોમાં આકર્ષણનું કેન્દ્ર બની: ભાઈ બહેનના પવિત્ર પ્રેમને ઉજાગર કરતા રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાટણ શહેરની બજારોમાં રક્ષાબંધન પર્વને લઈને રાખડીઓની  ખરીદીનો માહોલ ધીમે ધીમે જામતો જોવા મળી રહ્યો છે.

પવિત્ર શ્રાવણ માસમાં શિવ મહિમાની સાથે સાથે વિવિધ ધાર્મિક તહેવારો અને ઉત્સવોની હારમાળા સર્જાય છે. ભારતીય સંસ્કૃતિમાં ભાઈ બહેનના પ્રેમ ના પ્રતિક સમા રક્ષાબંધન પર્વનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે પાટણ શહેરમાં ચાલુ વર્ષે રાખડી બજારમાં વિવિધ વેરાયટીવાળી રાખડીઓની બહેનો પોતાના ભાઈ માટે ખરીદી કરતી જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને બહેનોમાં રાજસ્થાની રાખડી, ડાયમંડ રાખડી, સુખડ તેમજ રૂદ્રાક્ષની રાખડી, ઓની માંગ વધુ જોવા મળી રહી છે. તો બાળકોમાં રાબેતા મુજબ ટોમ એન્ડ ઝેરી, છોટા ભીમ,બેટમેન તેમજ લાઈટીંગ વાળી કાર્ટુનની રાખડીઓ ભારે આકર્ષણ જમાવી રહી છે. આગામી રક્ષાબંધન પર્વને અનુલક્ષીને શહેરના રાખડી બજારમાં ખરીદીનો ધમધમાટ ધીમે ધીમે શરૂ થવા પામ્યો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.