પાટણ-બનાસકાંઠાની સરહદ પર બનાસ નદીમાં બેરોકટોક રેતી ચોરી થતી હોવાની બૂમ ઉઠી

પાટણ
પાટણ

પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમય થી રેતી તસ્કરીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે.જેની સામે કડક કાર્યવાહી કરવા ભૂસ્તરવિભાગ પણ દિવસ રાત વોચ રાખી ભૂમાફિયાઓ પર લગામ કસી રહી છે.છતાં પણ આવા ભૂમાફિયાઓ દ્રારા તંત્ર ના કેટલાક અધિકારીઓ અને કમૅચારીઓ સહિત પોલીસ તંત્ર ની મીઠી નજર તળે મોટી માત્રામાં ખનન ચોરી ની ગેરકાયદેસર પ્રવૃતિઓ વહેલી સવારે અને મોડી રાત ના સમયે કરી હજારો ટન રેતીનું ખનન કરતાં હોવાની બૂમ ઉઠી છે. ત્યારે ખાણખનીજ વિભાગ દ્વારા આ વિસ્તારમાં તપાસ માટે ટીમ મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બનાસ નદીમાં અને આસપાસ આવેલી અન્ય જમીનોમાંથી પણ બેફામ ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે. સ્થાનિક લોકોએ ખનીજ ચોરી પર લગામ લગાવવાની માગ કરી છે. ત્યારે ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ બાબતે પાટણ ભૂસ્તર વિભાગના મદદનીશ અધિકારી આલાપ પ્રેમલાણીનો ટેલિફોન પર સંપકૅ કરી માહિતી મેળવતા તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે સોમવારે જ તેઓને જાણકારી મળી હોય જેના પગલે તેઓએ પાટણ ભૂસ્તર વિભાગની ટીમ ને સ્થળ પર તપાસ અર્થે મોકલી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી ઘટતી કાર્યવાહી કરવા સુચનાઓ આપી હોવાનું જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.