જન્માષ્ટમીના પવિત્ર દિવસે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીના નાદથી પાટણના કૃષ્ણ મંદિરો ગુંજ્યા

પાટણ
પાટણ

પવિત્ર શ્રાવણ માસમાં પાટણના ધર્મપ્રેમી નગરજનો દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી ભક્તિમય માહોલ વચ્ચે કરવામાં આવતી હોય છે. ત્યારે પાટણના નગરજનોએ જન્માષ્ટમી પર્વની ઉજવણી પ્રસંગે પોતાની ભગવાન કૃષ્ણ પ્રત્યે ની શ્રદ્ધા ભક્તિ પ્રગટ કરી હતી.જન્માષ્ટમીના પાવન પર્વની પાટણના વિવિધ કૃષ્ણ મંદિરો સહિત મહોલ્લા,પોળ અને હવેલી મંદિરો માં ઉજવણી કરવામાં આવી હતી તો પાટણના કેટલાક કૃષ્ણ ભક્તો દ્વારા વર્ષોની પરંપરાનુસાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની પોતાના ઘરમાં રહીને ભક્તિ ભાવપૂર્વક રીતે ઉજવણી કરવામાં આવી હતી . બધા માનતા ના કાનુડા મૂકી મહિલાઓ ગરબે ઘૂમી હતી.કૃષ્ણ ભક્તોએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના ગગનભેદી નાદ વચ્ચે ભગવાન કૃષ્ણની પુજા અર્ચના અને મહાઆરતી કરીને ભગવાનને હિંડોળે ઝુલાવ્યા હતા તો રાસ ગરબા ની રમઝટ બોલાવી ધન્યતા અનુભવી હતી. પાટણ શહેરના હીંગળાચાચર પાસે આવેલ રાધા કૃષ્ણ મંદિર માં ફૂલો ની સુંદર આગી કરવામાં આવી હતી તો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના નાદ થી રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરાઈ હતી .જેના દર્શન નો લાભ લઇ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.ત્યાર બાદ હિંગળાચાચર યુવક મંડળ દવરા ચોક માં મટકી ફોડ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.છીડિયા ચોક માં મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો.પાટણના દ્વારકાધીશ મંદિર ,બાલ કૃષ્ણ હવેલી મંદિર,ગિરધારી મંદિર ખાતે જન્માષ્ટમી પર્વની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરાઈ હતી .શહેર ના ત્રણે હવેલી મંદિર માં રાત્રે 12:39 કલાકે કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.ગોપીનાથજી મંદિર, તો શહેરના સિદ્ધનાથ મહાદેવ ખાતે પણ કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોએ કાનુડા નો વેશ ધારણ કરી કાનુડા નાં વધામણા સમયે આરતી ઉતારતા આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા. પાટણ નજીક રાજપુર ગામમાં આવેલ રામજી મંદિર ખાતે પણ જન્માષ્ટમી ની ઉજવણી કરાઈ હતી જેના દર્શન કાના નું પરણું ઝુલાવવા નો લ્હાવો ગ્રામજનોએ લીધો હતો.પાટણ શહેર ના સોનીવાડા માં આવેલ ગોપીનાથ મંદિર માં જન્માષ્ટમી ની ઉજવણી કરાઈ હતી,શહેરના કનસાડા દરવાજા ખાતે ભરવાડ સમાજ ના યુવાનો દવરા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો .શહેરની યસ હેરિટેજ ભાગ- 2 સોની હિતેશકુમાર વિનોદભાઈ ને ઘર નંબર- -3 કૃષ્ણ ઉત્સવ ઉજવાયો હતો.પાટણ શહેરના ઝીણપોળમાં આવેલ રામજી મંદિર ખાતે ભક્તજનો દ્વારા જન્માષ્ટમી નાં પવૅને અનુલક્ષીને ભગવાન સત્યનારાયણ ની કથા નું આયોજન કરવામાં આવ્યું હતું.કથાના યજમાન પદે બેસવાનો લ્હાવો રાજેશ ભાઈ ભગવાન ભાઈ પટેલ પરિવારે લીધો હતો.કથા પૂણાર્હુતિ બાદ ભજન કીર્તન કરાયા હતા અશોક ભાઈ પટેલ નું ન્યુપટેલ વૃંદ ઓરકેસ્ટા ના તાલે ભક્તો ઝૂમયા હતા તો રાત્રે 12 વાગે બાલ કૃષ્ણની આરતી કરી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના નાદથી ભગવાન કૃષ્ણ ના જન્મોત્સવ ની ઉજવણી કરી બાલ કૃષ્ણ નું પારણું ઝુલાવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.ત્યાર બાદ બાળકો દ્વારા મંદિર પરિસર માં મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો .જેમાં વિસ્તારના રહિશોમોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન પ્રસાદ નો લાભ લીધો હતો.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામના અનેક વિસ્તારોમાં કૃષ્ણજન્મમહોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ગામના દૂધેશ્વર મંદિર, વૈષ્ણવ મંદિર, ગામ મંદિર, રામજી મંદિર તથા મહોલ્લાઓ અને ઘરોમાં જન્માષ્ટમીની મટકી ફોડીને ભજન કરીને ગરબા રમીને ફટાકડા ફોડી ને કરીને ઉજવણી કરવામાં આવી હતી.ગામના મંદિરો તથા મહોલ્લાઓ “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી” ના નારા સાથે ગુંજી ઉઠ્યા, મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું , ભક્તો એ મંદિરમાં ભક્તિમય વાતાવરણ ફેલાવ્યું હતું.ચાણસ્મા શહેર સહિત પંથકમાં જન્માષ્ટમીની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ હતી જેમાં પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામ ગામના મુખ્ય ચોકમાં મટકી ફોડ નો કાર્યક્રમ રખાયો હતો તદ ઉપરાંત ચાણસ્મા તાલુકાના ધીણોજ લણવા કંબોઈ ગામે સ્વાધ્યાય પરિવાર અને ગ્રામજનો દ્વારા મટકી ફોડ અને કૃષ્ણ જન્મ ધાર્મિક કાર્યક્રમ રાખેલી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી પાટણ તાલુકાના ચંદ્રમાણા ગામે પહેલા સ્વાધ્યાય પરિવાર દ્વારા ભાવ ફેરી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભાઈઓ અને બહેનો જોડાયા હતા ત્યારબાદ ગ્રામ વચ્ચે નવરાત્રી ચોકમાં મટકી ફોડ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિશાળ સંખ્યામાં ગામ લોકો મટકી ફોડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને જન્માષ્ટમીના કાર્યક્રમની ઉજવણી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.