પાટણ નગરપાલિકામાં એડવાન્સ વેરો ભરવાના અંતિમ દિવસે રૂ. 11 લાખની આવક સાથે કુલ રૂ.13,88 કરોડથી વધુની આવક થઈ

પાટણ
પાટણ

એડવાન્સ વેરો ભરવામાં બાકી રહી ગયેલા ધારકોને હવે પાણી અને ભૂગર્ભના વેરામાં નોટીસ ફીના 20℅ વધારાના ભરવા પડશે: પાટણ નગરપાલિકામાં એડવાન્સ વેરો ભરવાના રવિવારે અંતિમ દિવસે રૂ. 11 લાખની આવક સાથે એડવાન્સ વેરા પેટે કુલ 13,88 કરોડથી વધુની આવક પાલિકા ને થઈ હોવાનું જાણવા મળ્યું છે. તો સોમવારથી બાકી રહી ગયેલા વેરા ધારકોને  પાણી અને ભૂગર્ભના વેરામાં નોટીસ ફ્રી ના 20 ટકા વધારાના વસુલવામાં આવ્યા હોવાનું વેરા શાખા ના સુત્રોએ જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોના વષૅ 2024-25 ના એડવાન્સ વેરા વસૂલાત ની કામગીરી એપ્રિલ મે અને જૂન ત્રણ માસ ચાલી હતી. જેમાં જૂન માસમાં છેલ્લી તારીખ 30/06/2024 ના રોજ રવિવાર હોવાથી વેરા વસૂલવાની કામગીરી સવારે 9:00 થી 01 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવતાં વેરા શાખામાં રૂ.11 લાખની આવક થવા પામી હતી. તો સોમવારે વેરો ભરપાઈ કરનાર મિલકત ધારકો પાસેથી પાણી અને ભૂગર્ભ ગટરના વેરા ઉપર 20 ટકા નોટિસ ફીનો ચાર્જ લેવામાં આવ્યો હતો.

પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા વર્ષ 2024 25 ના એડવાન્સ વેરા પેટે અંદાજિત 13,88 કરોડથી વધુની આવક થઈ હોવાનું વેરા શાખા અધિકારીએ જણાવ્યું હતું. તો ચાલુ વર્ષથી વેરા બમણા કરાયા હોય નગરપાલિકાને ગત વર્ષ કરતા ચાલુ વર્ષે એડવાન્સ વેરા પેટે ડબલ આવક થઈ હોવાનું વેરા શાખા અધિકારીએ જણાવ્યું હતું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.