![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/41-2.jpg)
પાટણના તબીબ દ્વારા 80 કુપોષિત બાળકોને પોષણયુક્ત આહારની કીટ આપવામાં આવી
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના બાળકોને કુપોષણ મુક્ત બનાવવા icds વિભાગ પાટણ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીને પાટણ શહેર અને જિલ્લાના દાતા પરિવારો દ્વારા પણ અવાર-નવાર આર્થિક સહયોગ આપી કુપોષિત બાળકોને પોષણયુક્ત આહારની કીટોનું વિતરણ કરવામાં આવતું હોય છે. ત્યારે બુધવારના રોજ પાટણ શહેરના આંબેડકર હોલ ખાતે પાટણ શહેરના જાણીતા ગાયનેક તબીબ ડો વ્યોમેશ શાહ દ્વારા કુપોષિત બાળકોને પોષણયુક્ત કીટ તેમજ આંગણવાડી બહેનોને પ્રોત્સાહિત કરવા પાકીટ વિતરણ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.પાટણ શહેરના સુભદ્રાનગરમાં આવેલ અવની હોસ્પિટલના જાણીતા ગાયનેક તબીબ ડો. વ્યોમેશ શાહ દ્વારા આઇસીડીએસ ઘટક પાટણ 1- ના સુંદર સહયોગ થી આયોજિત કરાયેલા આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયત મહિલા આરોગ્ય અને બાળ કલ્યાણ વિભાગના ચેરમેન સેજલબેન દેસાઈ, પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી, સીડીપીઓ ઉર્મિલાબેન પટેલ, પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પૂર્વ પ્રમુખ મનોજભાઈ પટેલ હેમંતભાઈ તન્ના, ડો. દીપ શાહ, ડો. જીગર ગાંધી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી કુપોષિત 80 બાળકોને પોષણયુક્ત કીટ તેમજ 182 આંગણવાડી ની બહેનોને પ્રોત્સાહિત કરવા પાકીટ વિતરણ કરવામાં આવ્યું હતું.