પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની રીપીટર અને રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજથી રિપીટર અને રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા નો શરૂ થઈ હતી જેમાં નર્સિંગ વિદ્યાશાખાની 8 જેટલી પરીક્ષા તેમજ આર્કિટેક 3 એમ યુ આર પી ની 1 મળી કુલ 12 જેટલી પરીક્ષાનો આજથી પ્રારંભ થયો હતો.જેમાં 2500થી 3000જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની રીપીટર અને રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજરોજ ગુરૂવાર થી 12 જેટલી પરીક્ષાનો પ્રારંભ થયો હતો.જેમાં બીએસસી નર્સિંગ 1 થી 4 વર્ષ ના વિદ્યાર્થીઓ ની પરીક્ષા શરૂ થઈ હતી.પોસ્ટ બેજીક નર્સિંગ પ્રથમ વર્ષ અને બીજા વર્ષ ની પરીક્ષા પ્રારંભ થઇ હતી,પ્રથમ અને સેકન્ડ વર્ષ ની એમએસસી નર્સિંગ,તેની સાથે સાથે અકીટેક ની સેમ 6 ના રિપીટર ની પરીક્ષા,એમ એસ સી ઇન્ટિગ્રેટેડ કેમેસ્ટ્રી સેમ 4 આર્કિટેક સેમ 2 ,એમ યુ આર પી સેમ 2ની મળી કુલ 12 પરીક્ષા નો શાંતિપૂર્ણ માહોલ માં પરીક્ષાનો પ્રારંભ થયો હતો જેમાં અંદાજીત 2500થી 3000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તેવું હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું.