સાંતલપુરના કલ્યાણપુર નજીક ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

પાટણ
પાટણ

સાંતલપુરના કલ્યાણપુર નજીક નર્મદા કેનાલ અને સાંતલપુર થી સાંચોરથી પસાર થતા રોડ વચ્ચેની ખેડુતોની ખેતરોની જમીનમાં વરસાદી પાણીનો નિકાલ નહિ થતા ખેડુતોના 400 એકર જેટલા વિસ્તારમાં પાણી ભરાઈ જતા ખેતરોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.જેના પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા વાવેતર કરવામાં આવેલ પાકમાં મોટી નુકશાની થવા પામી હતી અને વાવેતર કરવામાં આવેલ કપાસ,એરંડા અને ઘાસચારાના પાકમાં નુકશાની ખેડુતોને વેઠવાનો વારો આવ્યો હતો.બીજી તરફ હાલમાં હાઈવેની કામગીરી થઈ રહેલ કામગીરીમાં પણ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહિ હોવાના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા હોવાની પણ ખેડુત દ્વારા રાવ કરવામાં આવી હતી જ્યારે કે હાઈવે વિભાગ દ્વારા નર્મદા કેનાલ દ્વારા પાણીનો નિકાલ યોગ્ય નિકાલ ની વ્યવસ્થા કરવામાં આવી નહિ હોવાનના જવાબો આપ્યા હતા ત્યારે સરકાર ના તાબામાં આવતા બન્ને વિભાગોએ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી પોતાની જવાબદારીમાંથી છટકી જવાના પ્રયત્નો કર્યા હતા .


હાલમાં તંત્ર ની બેદરકારીને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને મહા મહેનતે વાવેતર કરવામાં આવેલ પાકમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડુતો આ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.હાઇવેનું નિર્માણ કરતી કંપનીના કર્મચારી અરવિંદ પાઠકે પાણી ભરાવા માટે નર્મદા વિભાગને જવાબદાર ઠેરવ્યું હતું અને જણાવ્યું હતું કે પાણી નર્મદાની બેદરકારીને કારણે ભરાયું છે. નર્મદાની સાયફન જ ઉંચા લેવલમાં બનાવવામાં આવી છે ત્યારે પાણી નો નિકાલ કેવી રીતે થાય નર્મદાના કર્મચારીઓએ સ્થળ મુલાકાત લઈ પાણીનો નિકાલ કરવો જોઈએ સામે નર્મદા વિભાગના અધિકારી નલિન પરમારે દોષનું ઠીકરું હાઇવે વિભાગ પર ફોડયું હતું અને જણાવ્યું હતું કે હાઈવેની કારણે આ સ્થિતિ થઈ છે હાઇવેમાં જોઈએ તેટલા નાલાઓ પાણી નિકાલ માટે રાખ્યા જ નથી તેના કારણે પાણી નો નિકાલ થતો નથી પાણી ભરાવા માટે હાઈવેની બેદરકારી છે.ખેડૂત વિશુભા જાડેજા દ્વારા જણાવ્યું હતું કે, અમારા આસપાસની 400 એકરથી વધુ જમીનમાં પાણી હાલ ભરાયું છે. આ જમીનમાં પાક તો ક્યાય દેખાતો જ નથી તમામ પાકમાં પાણી ફરી વળ્યું છે. ખેતરો તળાવ બન્યા છે. તંત્ર કોઈ જ અમારી વાત સાંભળતું નથી અમારે પાણી ભરાતા મોટી નુકસાની થઈ છે. હાઇવે બનાવો તેનો અમને કોઈ વાંધો નથી પણ પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા નહીં કરી અમાને હેરાન કર્યા છે. પાણીનો નિકાલ કરવો જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.