ચાણસ્મા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજનાનો કાર્યક્રમ યોજાયો

પાટણ
પાટણ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના ઉપક્રમે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચાણસ્મા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના અને એન.સી.સી. દ્વારા યુવા ટુરિઝમ ક્લબનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો. કોલેજમાં સ્થાપવામાં આવેલી 25 સભ્યોની યુવા ટુરિઝમ ક્લબના નોડેલ ઓફિસર તરીકે રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડૉ.જિતેન્દ્રકુમાર વી. પટેલની નિમણૂંક કરવામાં આવી હતી.આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ પદે ડૉ. રોહિતકુમાર દેસાઈએ ક્હ્યું કે યુવાનો ભારતના અને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક, ઐતિહાસિક, આધ્યાત્મિક અને કુદરતી વારસાના શ્રેષ્ઠ રાજદૂત છે. દેશમાં આધારભૂત અને વિકાસશીલ પ્રવાસનનો ફેલાવો કરવા માટે યુવા ટુરિઝમ ક્લબ અગત્યનું પગલું છે. આવતીકાલના નાગરિકોને દેશ વિશે અને તેની ભૂગોળ વિશે જાગૃત કરવાના છે. પ્રવાસન પ્રવૃત્તિ દેશના આર્થિક, સામાજિક અને પર્યાવરણીય પડકારોમાં પણ રાહત આપ છે.


આ પ્રસંગે મુખ્યવક્તા તરીકે ઉપસ્થિત ગુજરાત સરકારના યુવા ટુરિઝમ ક્લબ પ્રોજેક્ટના ઉત્તર ગુજરાતના કો-ઓર્ડિનેટર અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના નિયામક ડૉ. ચિરાગકુમાર એ. પટેલે ક્હ્યું કે યુવા ટુરિઝમ ક્લબની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ શાળા-કોલેજમાં નિબંધલેખન, લોગો ડિઝાઇન, ક્વીઝ કોમ્પિટિશન, ચિત્રસ્પર્ધા, સ્કેચિંગ, પોસ્ટર મેકિંગ, અભિનય તથા ડિબેટ જેવી સ્પર્ધાઓનું આયોજન કરીને ભારતીય પ્રવાસન પ્રત્યે યુવાનોને જાગૃત કરવાનો છે. યુવા ટુરિઝમ ક્લબ દ્વારા સર્વ વિદ્યાર્થીઓને ટીશર્ટ અને કેપનું વિતરણ તથા સુરુચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. આ પ્રસંગે કોલેજના કા.આચાર્ય ડો. કે. બી. પટેલ, અધ્યાપક મિત્રો અને સર્વે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ. હિંમતભાઈ એસ. મુળાણીએ અને ડૉ. જિતેન્દ્રકુમાર વી. પટેલે કર્યુ હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.