પાટણ નગરપાલિકા દ્વારા બનાવાયેલ માગૅ પર મસ મોટો ભુવો : હલકી ગુણવત્તા હોવાની બૂમ ઉઠી

પાટણ
પાટણ

પાટણ નગર પાલિકા દ્વારા તાજેતરમાં જ બનાવવામાં આવેલ શહેરના વિવિધ માર્ગો ની હલકી ગુણવત્તા ની કરાયેલી હોય જેના કારણે નવીન માર્ગો પર ભુવા પડવાની સમસ્યાઓ સજૉતી હોય છે.ત્યારે આવા જ હલકી ગુણવત્તા વાળા માગૅ ની કામગીરીનો ઉત્તમ નમૂનો પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક આવેલ યશધામ તરફ જવાના માર્ગ પર મસ મોટો ભૂવો પડતા પ્રકાશમાં આવવા પામ્યો છે.

પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિકાસને ધ્યાનમાં રાખીને લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો રોડ રસ્તાના કામો માટે ફાળવાતી હોય છે. પરંતુ રોડ કોન્ટ્રાક્ટરો સાથે નગરપાલિકાના કેટલાક મળતીયાઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરી રોડોનું કામ હલકી ગુણવત્તા વાળું કરતા હોવાથી આવા રોડ પર અવાર નવાર ભુવા પડવાની સમસ્યા સજૉતા રોડના કામો હલકી ગુણવત્તા વાળા કરાયા હોવાની બુમરાણ શહેરીજનોમાં ઉઠતી હોય છે. ગુરુવારની વહેલી સવારે પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક યશધામ અને યશ રેસીડેન્સી તરફ જવાના માર્ગ પર મસ મોટો ભૂવો પડવાની સમસ્યા સર્જાતા માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં અકસ્માતની સંભાવનાઓ પ્રબળ બની હતી. માર્ગ પર પડેલા મસ મોટા ભુવાના કારણે માર્ગની કામગીરી ની ગુણવત્તા સામે પણ વિસ્તાર ના લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે.પાલિકા તંત્ર દ્વારા નવીન બનાવવામાં આવનાર રોડ ની ગુણવંતા જળવાઈ તે પ્રમાણે રોડ કોન્ટ્રાક્ટર પાસે કામગીરી કરાવાય તેવી માંગ સાથે આ વિસ્તારમાં પડેલ ભુવાને પણ તાત્કાલિક ધોરણે પુરાણ કરાવવામાં આવે તેવી વિસ્તારના રહીશોની માગ પ્રબળ બની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.