સાંતલપુરના ખેમાસર ગામમાં સાસરીમાં ગયેલા યુવકની હત્યા:ચારેય આરોપીઓ ઝડપાયા

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના સાતલપુરના ખીમાસર ગામે સાસરીમાં આવેલા ઈસમને ચાર ઈસમોએ ઝેરી દવા પીવડાવી મોત નિપજાવ્યું હોવાની સાંતલપુર પોલીસમા ફરિયાદ નોધાયાના ગણતરીના કલાકોમાં ચારે ચાર આરોપીને ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું સાંતલપુર પીએસઆઈ એ જણાવ્યું હતું.

આ બાબતે મળતી હકીકત મુજબ રાપર તાલુકાના બાલાસર ગામે રહેતા અને ખેતમજૂરી કરતા મહિપતભાઈ લક્ષ્મણભાઇ કોલી પોતાની પત્ની જોગીબેન ને લઈને તા.14 જુલાઈ ના રોજ પોતાના વતનથી નિકળી તા. 15 મી જુલાઈ ના રોજ પોતાની સાસરી સાંતલપુર તાલુકાના ખીમાસર ખાતે સવારે આવ્યા હતા. ત્યારે તેની સાસરી કુટુંબ ના જ અને ખીમાસર ગામમાં જ રહેતા કોલી અજુભાઇ માંડણભાઇ કોલી જગાભાઇ ધરમશીભાઇ , કોલી મનજીભાઇ કટુભાઇ અને કોલી રમેશભાઇ ધરમશીભાઇ રહે-તમામ સાંતલપુર ખીમાસર, તા.સાંતલપુર જી. પાટણ વાળાઓએ મહીપતભાઇ લખમણભાઇ કોલીને સવારના આશરે દસેક વાગ્યાથી બપોરના બારેક વાગ્યા દરમ્યાન કોઇપણ સમયે આ કામના આરોપીઓએ પોતાનો ગુનો કરવાનો સમાન ઇરાદો પાર પાડવા સારૂ સાંતલપુર ખીમાસર ઓરડીમાં જબર જસ્તીથી ઝેરી દવા પીવડાવી દીધી હતી.

ઘટનાની જાણપરિવાર ના અન્ય સદસ્યો ને થતાં તાત્કાલિક સારવાર અર્થે સદારામ આઇ.સી.યુ. રાધનપુરમાં લઇ આવેલ ત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા મહિપાલ કોલીએ ડો.ગોવિંદજી ઠાકોરની સમક્ષ ઉપરોક્ત ચારેય આરોપીઓએ ભેગા મળીને પોતાને જબરજસ્તીથી ઝેરી દવા પીવડાવેલાની હકિકત જણાવેલ અને ત્યારબાદ મહિપાલ કોલી સારવાર દરમ્યાન મરણ જતા આ બાબતની સાતલપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ થતાં આ કામના ચારેય આરોપીઓએ સાતલપુર PSIએ ગણતરીના કલાકોમાં ઝડપી કાયદેસર ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.