પાટણની કુ.ધાર્મી ઓઝા પ્રજાપતિએ રાજ્યમાં સતત આઠમી વખત ગાયન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો

પાટણ
પાટણ

તાજેતરમાં G.C.E.R.T. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી દ્વારા G-20 વસુધૈવ કુટુંબકમ્ ઉજવણી અંતર્ગત રાજ્ય કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા 2023-24 અમરેલી ખાતે યોજવામાં આવી હતી. જેમાં પાટણની કુ.ધાર્મી પિયુષકુમાર ઓઝા પ્રજાપતિ એ સતત આઠમી વખત વિજેતા બની સંગીતની નગરી પાટણમાં ઈતિહાસ રચ્યો છે.

પાટણની બી.એમ.શાળામાં ધોરણ-9 મા અભ્યાસ કરતી કુ. ધાર્મિ ઓઝા પ્રજાપતિ એ ગાયન વિભાગમાં શાળા, કયુ.ડી.સી., તાલુકા, જિલ્લા અને પ્રદેશકક્ષાએ બધા પડાવમાં પ્રથમ નંબર મેળવી અમરેલી ખાતે સમગ્ર ગુજરાત રાજ્યની સ્પધૉમાં ભાગ લીધો હતો, જે સ્પધૉમાં કુલ 33 જિલ્લાઓ અને આઠ (8) મહાનગર પાલિકામાંથી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવતા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિડોરના હસ્તે પ્રમાણપત્ર, શીલ્ડ અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. કુ. ધાર્મિ ની આ સિધ્ધી બદલ સમગ્ર પાટણ પ્રજાપતિ સમાજ તેના માતા-પિતા, પરિવાર અને શાળાએ ગૌરવની લાગણી અનુભવી શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર પાટણ જિલ્લાનું સંગીત ક્ષેત્રમાં નામ રોશન કરનાર કુ. ધાર્મિ ને સંગીત ક્ષેત્રમાં તૈયાર કરાવવા તેના સંગીત શિક્ષક પિતા ની મહેનત રંગ લાવી છે.કુ. ધાર્મિએ પાટણમાં સંગીત ક્ષેત્રે રેકોર્ડ બ્રેક કરી 14 વર્ષની નાની વયે સંગીતક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે. કુ.ધાર્મિ અત્યારસુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં આઠ (8) વખત જુદી જુદી સ્પર્ધાઓમાં જુદા-જુદા વિષયોમાં ભાગ લઇ પ્રથમ નંબર પ્રાપ્ત કરતાં તેણીએ સંગીત નગરી પાટણને ગૌરવ પ્રદાન કયુઁ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.