પાટણની વિશ્વ વિરાસત રાણકી વાવ ખાતે એક સાથે 500થી વધુ લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા

પાટણ
પાટણ

પાટણ જિલ્લાની વિશ્વ વિરાસત રાણકી વાવ અને સરદાર પટેલ રમત-ગમત સંકુલ ખાતે એક સાથે મોટી સંખ્યામાં સ્પર્ધકો સૂર્ય નમસ્કાર કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી.પાટણ વિશ્વ વિરાસત રાણકી વાવ ખાતે કેબીનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂત અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની વિશેષ ઉપસ્થિતીમાં સૂર્યની ઉપાસના કરાઈ હતી. જેમાં પાટણ જિલ્લામાં તમામ કક્ષાએ ભાગ લીધેલ કુલ 20 હજારથી વધુ સ્પર્ધકોમાંથી 500 થી વધુ સ્પર્ધકો રાણકી વાવ ખાતે અને 100 સ્પર્ધકો સરદાર પટેલ રમત-ગમત સંકુલ ખાતે સૂર્યનમસ્કાર કર્યા હતા. 6 વિજેતાઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો છે. ત્યારે બલાવત સિંહ રાજપૂતની ઉપસ્થિત માં રાણકી વાવ ની અંદર પણ ફોટો સેશન કરાયુ હતું તો શહેર ની બી ડી હાઇસ્કુલ અને એમ એન હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓ રાણકી વાવ માં સૂર્યનમસ્કાર કારી ફોટો સેસન કર્યું હતું.બળવંત સિંહ રાજપૂત એ જણાવ્યું હતું કે, ગુજરાત માટે ગૌરવ નો દિવસ છે આજે વહેલી સવાર 2024માં થઈ વર્લ્ડ રેકોડ ની શરૂઆત ગુજરાત થી થઈ ગુજરાતના મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતના 108 જગ્યાએ 15 લાખથી વધુ લોકો જોડાયા છે નિમિત્તે આજે પાટણમાં પણ વિશ્વ વિરાસત રાણકી વાવ ખાતે યોજાયો હતો. આજે વર્લ્ડ રેકોડ માં પાટણ પણ સહભાગી રહ્યા છે. આપની શરૂઆત જ્યારે વર્લ્ડ રેકોર્ડ થી થતી હોય અત્યારે ગુજરાત મોડલ વિકાસ તરીકે સમગ્ર ભારત અને દુનિયામાં પ્રસિદ્ધ છે એવી જ રીતે ગુજરાત આગળ વધવાનું છે.


પાટણમાં ગ્રામ્ય તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંથી છ લોકોને રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે અમદાવાદ મોકલવામાં આવ્યા છે.આજ રોજ પાટણની રાણકી વાવ તેમજ રમતગમત સંકુલ ખાતે સૂર્ય નમસ્કારનું ​​​આયોજન કરવામાં આવ્યું હતું.પાટણ વિશ્વ વિરાસત રાણકી વાવ ખાતે આયોજિત સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂત ,જિલ્લા પંચાયત પ્રમુખ હેતાલ બેન ઠાકોર, પાલિકા પ્રમુખ હિરલ બેન પરમાર, કલેક્ટર અરવિંદ વિજયન, નાયબ કલેક્ટર, બી એમ પટેલ, ડી ડી ઓ ડી. એમ. સોલંકી,પ્રાંત અધિકારી મિતુલ પટેલ, સહિત અધિકારીઓ અને શાળા ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.સૂર્ય વિના પૃથ્વી પર વન રાક્ષય નથી. . સૂર્ય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં સૂર્ય નમરકાર એ યોગાસનો પૈકીનું સર્વશ્રષ્ઠ આસન ગણાય છે. આપણા ઋષિમુનિઓ દ્વારા તૈયાર કરાયેલા અલગ અલગ 12 આસનોનો સમૂહ એટલે સૂર્યનમસ્કાર. જેમાં સૂર્યને વંદન પણ થાય છે સાથે જ નિરોગી તેમજ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે દરેક ઉમરના લોકો માટે આ વ્યાયામ ઉપયોગી ગણાય છે.રોગોને કરે પડકાર સૂર્ય નમસ્કારથ આ વાક્યમાં જ કદાચ સૂર્યનમસ્કારના સંપૂર્ણ ફાયદાઓ સમાવિષ્ટ થઈ જાય છે.સૂર્યનમસ્કાર થકી માનસિક અને શારીરિક તંદુરસ્તીમાં વધારો થાય છે. વર્તમાન સમયમાં પડકારજનક રોગો જેવા કે ડિપ્રેશન, બ્લડપ્રેશર સહિત અનેક રોગોને ધ્વસ્ત કરવાનું સામર્થ્ય આપણાં પ્રાચીન ‘સૂર્યનમસ્કારથ માં સમાયેલું છે. સૂર્યનમસ્કાર થકી વિટામિન ડી પ્રાપ્ત થાય છે તેમજ રક્તચાપ અને હ્રદયની બીમારીઓ માટે સૂર્યનમસ્કાર શ્રેષ્ઠ માનવામાં આવે છે.નીરોગી અને તંદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવતા લોકો પણ રોગોને આવતા રોકવા અને પોતાની તંદુરસ્તી જાળવી રાખવા આ વ્યાયામ અપનાવી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.