પાટણના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાલિકા દ્વારા 30થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા

પાટણ
પાટણ

પાટણ નગરપાલિકાના આગામી અઢી વર્ષ માટેના શાસનનું સુકાન સંભાળનાર નવનિયુક્ત પાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા, દંડક સહિતની ટીમ દ્વારા શહેરીજનોની સુખાકારીને પ્રાધાન્ય આપવા પ્લાનિંગ સાથે કામગીરી શરૂ કરી છે.શહેરીજનોને ભોગવવી પડતી રખડતા ઢોરોની સમસ્યા,ટ્રાફિકની સમસ્યા રોડ,રસ્તા,પાણી,વીજળી ભૂગર્ભ ગટરની સમસ્યા જેવી પ્રાથમિક સમસ્યાના નિરાકરણ માટે પાલિકા તંત્ર કામે લાગ્યું છે.ગુરૂવારના રોજ પાટણ નગરપાલિકાના દબાણ હટાવો ઝુંબેશમાં જોડાયેલા કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના નવા બસ સ્ટેશન વિસ્તારથી સિધ્ધપુર ચાર રસ્તા સુધીના માર્ગો પર આડેધડ અને ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા લારી, ગલ્લા સહિતના કેટલાક પાકા બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


આ કામગીરી દરમિયાન પાટણ નગરપાલિકા અને પોલીસ સ્ટાફ મળી અંદાજિત 50 વ્યકિતનો કાફલો આ દબાણ હટાવો ઝુંબેશ માં જોડાયો હતો. અને આ વિસ્તારના 30 થી 40 જેટલા લારી ગલ્લા સહિતના પાકા બાંધકામોના ગેરકાયદેસરના દબાણો દૂર કરી ટ્રાફિકની સમસ્યાને નિવારવામાં આવી હતી.તો કેટલાક દબાણ કરતા દ્વારા નગરપાલિકાની પરમિશન વગર ગેરકાયદેસર રીતે ભૂગર્ભ ગટર કનેક્શન, નળ કનેક્શન લીધા હોવાનું પણ ધ્યાને આવતા પાલિકા દ્વારા તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું પાટણ નગરપાલિકાના એસઆઈ મુકેશભાઈ રામીએ જણાવ્યું હતું.પાટણ નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યાને નિવારવા હાથ ધરાયેલી દબાણ હટાવ ઝુંબેશને લઈ દબાણ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન દૂર કરાયેલા લારી ગલ્લાઓ સહિતનો કાટમાળ પાલિકા તંત્ર દ્વારા ટ્રેક્ટર મારફતે નગરપાલિકા ખાતે લાવવામાં આવ્યો હોવાનું પણ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.