રાધનપુર તાલુકા ને જીલ્લો જાહેર કરવા મુખ્યમંત્રી ને પત્ર લખતા ધારાસભ્ય લવિંગજી
રાધનપુર ના ધારાસભ્ય લવીંગજી ઠાકોર એ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નેપત્ર લખી રાધનપુર ને જિલ્લો બનાવવા માગ કરી હોવાનું જાણવા મળ્યું છે.
રાધનપુર ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી ને લખેલ પત્રમાં જણાવ્યું છે કે મારા મત વિસ્તાર રાધનપુરને જીલ્લો બનાવવા માટેના સમાચાર લોકોમાં વહેતા થયા છે. રાધનપુરને જીલ્લો જાહેર કરવાની લોકોની વર્ષો જુની પ્રબળ માંગણી છે. રાધનપુર આજુબાજુના તાલુકાઓથી મધ્યમાં આવેલુ વિકસિત, વેપારી મથક અને શાંતી પ્રિય સુંદર શહેર આવેલુ છે. રાધનપુર આજુબાજુના તમામ તાલુકાના લોકો ખેડુતો દરોજ રાધનપુર ખાતે સૌથી મોટું વેપારી મથક હોવાથી ખરીદ વેચાણ અર્થે તેમજ રાધનપુરમાં જીઈબી વર્તુળ કચેરી, નર્મદા વર્તુળ કચેરી હોઈ આજુબાજુના તાલુકાના લોકોનું દરોજનું આવન જાવન છે.
રાધનપુરને જીલ્લો જાહેર કરવામા આવ તો રાધનપુર થી અંદાજીત 25 થી 50 કીમી હદમાં આવેલા તમામ તાલુકાના લોકોના સરકારી કામો તેમજ બજાર ખરીદ વેચાણના કામો રાધનપુર ખાતે થશે તો લોકોને ખુબજ સુવિધાજનક રહેશે. કચ્છ થી ગુજરાત, દિલ્લી થી સમગ્ર ભારત ને જોડતી રેલ્વે સુવિધા માટે રેલ્વે સ્ટેશન તમેજ તે રીતે રોડ કનેક્ટિવીટી માટે નેશનલ હાઈવે, ભારત માલા રોડ અને સ્ટેટ હાઈવે રોડ આવેલા છે.
રાધનપુર શહેરમાં સબ ડીસ્ટ્રીક રેફરલ હોસ્પિટલ તેમજ સબ ડિસ્ટ્રક કોર્ટ આવેલી છે. તેમજ બસ સ્ટેન્ડ ડેપો, માર્કેટ યાર્ડ, બજાર, હોટલો, મોટા શાપિંગસેન્ટરો,સોસાયટીઓ,શેરીઓ તમામ બેંન્કો, બાલવાટીકા થી માસ્ટર ડિગ્રી સુધીની શૈક્ષણીક સંસ્થાઓ, તમામ પ્રકારની હોસ્પિટલો, સેવાકીય સંસ્થાઓ, તમામ પ્રકારના વાહનોના ડિલરો, નગરપાલીકા, પોસ્ટ ઓફીસ, નાયબ કલેક્ટર IAS ની કચેરી, તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ તમામ પ્રકારની સરકારી ઓફિસો આવેલી છે.
રાધનપુર ને જીલ્લો બનાવવા માટે જોઈતી તમામ પ્રકારની સુવિધાઓ છે. આમ રાધનપુર ને જીલ્લો બનાવવા માટે રાધનપુર સહિત તેની આજુબાજુના તમામ તાલુકાઓના લોકોની પ્રબળ માંગણી હોઈ રાધનપુર ને જીલ્લો જાહેર કરવા માટે તેઓએ વિનતી અને ભલામણ પત્ર મા કરી હોવાનું જાણવા મળ્યું છે.