આરોગ્ય મંત્રીની માર્ચ મહિનામાં પરીક્ષા યોજવા પાટણના ધારાસભ્યએ કેન્દ્રીય આરોગ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી

પાટણ
પાટણ

નીટ પી. જી.ની પરીક્ષા આરોગ્ય મંત્રીની જાહેરાત મુજબ આગામી માચૅ મહિનામાં યોજવાની રજુઆત સાથે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે કેન્દ્રીય આરોગ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા લખેલ પત્રમાં જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રી દ્રારા આજ થી છ મહિના પહેલા લોકસભામાં જાહેરાત કરી હતી અને કોરોના દરમિયાન જે પરીક્ષા અને એડમિશનની પ્રક્રિયા મોડી થઈ હતી તેને સમયસર કરવા માટે જાહેરાત કરીને કહેલું કે, આવનારી નીટ પી.જી. પરીક્ષા ત્રણ માર્ચે લેવાનાર છે. જેના માટે તમામ વિદ્યાર્થીઓને પૂરેપૂરો સમય મળી જશે અને એ અંતર્ગત નીટ પીજી પરીક્ષા આપવા માંગતા તમામ વિદ્યાર્થીઓ પોત પોતાની રીતે તૈયારી કરી લીધી હતી.


પરંતુ હવે છેક પરીક્ષાના બે મહિના પહેલા જ્યારે પરીક્ષાના રજીસ્ટ્રેશન કરવાની તમામ વિદ્યાર્થીઓ તૈયારી કરી ચૂક્યા છે ત્યારે અચાનક જ ત્રણ માર્ચથી તારીખ બદલીને સાત જુલાઈ કરી દેવામાં આવી છે. જે ઘણા બધા વિદ્યાર્થીઓની કારકિર્દી ઉપર આડઅસર કરે તેમ છે અને તમામ રીતની તૈયારી કરીને બેઠેલા વિદ્યાર્થીઓને આ એક માનસિક આઘાતરૂપ નિર્ણય લાગેલ છે. કારણ કે સતત ટેન્શનમાં પરીક્ષાની માનસિક તણાવમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી જશે અને તેમની કારકિર્દી ઉપર ઘણી જ આડઅસર થશે.સરકારે આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ અને આરોગ્ય મંત્રીની જાહેરાત મુજબ નીટ પી. જી.ની પરીક્ષા માચૅ મહિનામાં લેવામાં આવે તેવી લેખિત રજૂઆત પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.