રાધનપુર શહેરી વિસ્તારમાં રખડતા ઢોરનો આંતક : શહેરમાં ઠેર ઠેર જગ્યાએ રખડતા ઢોર જમાવડો
રાધનપુર શહેરી વિસ્તારમાં રખડતા ઢોર નો ત્રાસ દિન – પ્રતિદિન વધી રહ્યો છે. તેમ છતાં રખડતા ઢોરને પકડવાને રખડતા ઢોરના માલિકો સામે કાર્યવાહી કરવા બાબતે પાલિકા ચલકચલાણું રમી રહ્યા છે.શહેરમાં રખડતા ઢોરને ઠેર ઠેર જગ્યા પર અડિંગો જમાવીને બેઠા છે તેમ છતાં તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી દેખાવ પૂરતી કરતા હોય તેવું સ્પષ્ટ પણે શહેરમાં જોવા મળી રહ્યું છે.પંથકમાં છેલ્લા બે વર્ષમાં રખડતા ઢોરના કારણે 5 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને પરિવાર રખડતા ઢોરના ત્રાસથી પરિવાર નોંધરા બન્યા છે.
રાધનપુર શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો પર રખડતી ગાયો, રખડતા આખલા અને ગૌવંશે જાણે કે રસ્તા રોકો આંદોલન કર્યુ હોય તેમ અડીંગો જમાવીને બેસી જાય છે. છેલ્લા બે વર્ષથી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં પણ પાલીકા તંત્રનાં પેટનું પાણી હલતું નથી. નગરપાલિકા દ્વારા રખડતાં ઢોર પકડવાની કામગીરી ગોકળગતિએ કરી રહી હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળ્યુ છે. એકતરફ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 500 કરતાં પણ વધારે રખડતાં ઢોર રસ્તા પર અડીંગો જમાવીને બેઠાં છે. અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ,વૃદ્ધો નાના બાળકો ને માર્ગ પરથી પસાર થવું જીવ જોખમ જોવા મળી રહ્યું છે.પંથકમાં 5 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 6 જેટલા લોકોને રખડતા ઢોરના કારણે નાની મોટી ઈજાઓ પહોંચી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રખડતા ઢોર ને પાંજરે પૂરવાની કામગીરી કરવા લોકો માંગ કરી રહ્યા છે
નગર પાલિકાના ઓ.એશ હિતેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતુંકે પાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ સૂચનાથી રખડતા ઢોરને પાંજરે પૂરવાની કામગીરી ચાલુ છે.પાલિકા દ્વારા આજદિન સુધીમાં ૪૦ જેટલા રખડતા ઢોરને ગૌશાળા ખાતે મોકલી આપેલ છે અને રખડતા ઢોરના માલિકો રખડતા ઢોરને છોડાવવા આવેલ છે તેમની પાસે ઢોર દીઠ ૩.૦૦૦ જેટલો દંડની વસૂલાત કરવામાં આવેલ છે