પાટણ શહેરમાં અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે મેઘરાજાની ધમાકેદાર રિ-એન્ટ્રીથી ઠંડક પ્રસરી

પાટણ
પાટણ

શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી, અસહ્ય ઉકળાટ અને ગરમીથી ત્રસ્ત બનેલા નાના-મોટા સૌએ વરસાદમાં પલળી મજા સાથે આનંદ માણ્યો: પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસો થી લોકો અસહ્ય બફારા અને ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં. ત્યારે સોમવારે બપોરે અચાનક વાતાવરણમાં બદલાવ આવતાં અને આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયાં હતાં અને મેઘરાજાએ પવનના સુસવાટા વચ્ચે મેધ વષૉ ની તડી બોલાવતા માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં શહેરના નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર બનતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી.

સોમવારે બપોર બાદ પાટણ શહેરમાં પુનઃ મેઘરાજા નું ધમધોકાર આગમન થતાં સવૅત્ર વાતાવરણ ઠંડુગાર બનતા લોકોએ અસહ્ય ઉકળાટ અને ગરમીથી રાહત અનુભવી હતી. તો નાના મોટા સૌ લોકો એ વરસાદમાં પલળવાની મજા માણી આનંદ વ્યકત કર્યો હતો. મૂશળધાર વરસાદ વરસતાં ખેડૂતો ના ચહેરા પણ હરખાતા જોવા મળ્યા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.