સિદ્ધપુર અને હારીજમાં ગતરાત્રિ થી શરૂ થયેલી મેઘસવારી આજે પણ યથાવત

પાટણ
પાટણ

હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વાદળો ગોરંભાયા હતા. પરંતુ વરસાદ હાથતાળી આપી રહ્યો હતો.ત્યારે રવિવારે પણ સવારથી આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાતા વરસાદની આશા બંધાઈ હતી. ત્યારે સિદ્ધપુર રાત્રે પાટણમાં જિલ્લામાં રાત્રે વરસાદ પડ્યો હતો. ત્યાર બાદ રવિવારે બપોરે મેઘરાજાએ પાટણ શહેર સહિત સિદ્ધપુર, હારીજ અને સરસ્વતી તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસવાનું શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.


રવિવારે પાટણ શહેર સહિત વિવિધ તાલુકાઓમાં મેઘરાજાની મહેર થતાં ખેડૂતો દ્રારા વાવેતર કરાયેલા ખરિફ પાકને જીવતદાન મળવાની ખેડૂતો મા આશા બંધાઈ હતી. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાની રવિવારે મહેર થતા નીચાણ વાળા વિસ્તારો વરસાદી પાણીમાં ગરક થવા પામ્યા હતા તો માર્ગ ઉપર જળ બંબાકાર ની સ્થિતિ નું નિર્માણ થવા પામ્યું હતું. આમ છેલ્લા બે કલાક માં સિદ્ધપુર 46 MM હરિજ સવારે 10 થી અત્યાર સુધી હારીજ 26MM અને સરસ્વતી છેલ્લા બે કલાક માં 5MM સહિત પાટણ માં ધોધમાર વરસાદ પડયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.