પાટણમાં સમૂહ ટોપલા ઉજાણી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ

પાટણ
પાટણ

પાટણ નગરમાં વસતા વિવિધ સમાજના સમુદાયો દ્વારા ભાદરવા માસમાં સમૂહ ટોપલા ઉજાણીનું પર્વ મનાવવામાં આવે છે. ત્યારે બુધવારના રોજ ભાદરવા સુદ પાંચમના દિવસે શહેરના જળચોક વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં રહેતા ઠાકોર સમાજ દ્વારા વડવાઓની પરંપરાને અકબંધ જાળવી સમૂહ ટોપલા ઉજાણીનું પર્વ મનાવવામાં આવ્યું હતું.


પાટણ શહેરના જળચોક વિસ્તારના ઠાકોરવાસ ખાતેથી સમાજની મહિલાઓ માતાના નૈવેધની કાચી સામગ્રી ટોપલામાં મુકી વાજતે ગાજતે નીકળી હતી. ટોપલા ઉજાણી પર્વની આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. આ સમૂહ ટોપલા ઉજાણીમાં મહિલાઓ સમૂહ સુભાષચોક ખાતે આવી પહોંચતા મસ્તક પર ટોપલા ધારણ કરી મૈયાના ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ પાટણ ચાણસ્મા હાઈવે પરના અંબાજી નેળીયામાં આવેલા મૈયાના સ્થાને સમાજની મહિલાઓ દ્વારા મૈયાનું નૈવેધ બનાવી સવા શેર કંસાર મૈયાને ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મહિલાઓ સહિત તમામ લોકોએ મંદિર પરીસર ખાતે સમૂહ ટોપલા ઉજાણી પર્વની આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરી પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.