પાટણમાં રાજા રામ મોહનરાયની 250મી જન્મજયંતી નિમિત્તે મહારેલી યોજાઇ

પાટણ
પાટણ

પાટણની સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે રાજા રામ મોહનરાયની 250મી જન્મ જયંતી નિમિત્તે મહિલા સશક્તિકરણ હેતુસર વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. સાંસ્કૃતિક મંત્રાલય હસ્તકના રાજા રામમોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન કલકત્તા દ્વારા રાજારામ મોહનરાયની 250મી જન્મ જયંતી નિમિત્તે સ્ત્રી સશક્તિકરણના હેતુસર જન જાગૃતતા કેળવાય તે હેતુથી ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, નિયામક ગ્રંથાલયની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર અને સરકારી પુસ્તકાલય પાટણ દ્વારા આયોજિત આ સુંદર મજાના કાર્યક્રમમાં મહિલામાં જાગૃતતા કેળવાય તે માટે મહાવિશાળ રેલીનું આયોજન કર્યું હતું.

જેમાં શરૂઆતમાં આદર્શ વિદ્યાલય કેમ્પસમાં સેમિનાર હોલમાં તમામ મહેમાનોનું સન્માન કરી આદર્શ વિદ્યાલય પાટણ અને શિશુ મંદિર વિદ્યાલય પાટણની બહેનો દ્વારા દેશભક્તિ અભિનય ગીત રજૂ કર્યુ હતું અને ધોરણ 11 સાયન્સમાં લાયન્સ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ લાખણી જિલ્લો બનાસકાંઠા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીની ચેતનાબા રાજપૂતે તલવાર બાજી રજૂ કરી સૌને મંત્ર મુક્ત કરી દીધા હતા. ત્યારબાદ આદર્શ વિદ્યાલય પાટણ ખાતેથી મહિલા સશક્તિકરણની વિશાળ મહા રેલીનું મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.