ઉતર ગુજરાત યુનિવર્સિટીના કાયદા અનુસ્નાતક વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસનો સેમિનાર યોજાયો

પાટણ
પાટણ

હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સ્વવિત ધોરણે ચાલતાં કાયદા અનુસ્નાતક વિભાગ દ્વારા ‘ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ‘ નિમિતે ક્લાસરૂમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિભાગના કો. ઓડીનેટર ડૉ. સ્મિતા વ્યાસ દ્વારા ભારત અને અન્ય લોકશાહી દેશો ની બાબતો જણાવી ચૂંટણી તથા મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. પરિમા રાવલ દ્વારા લોકશાહી, તાનાશાહી, સરમુખત્યારશાહી વિષે જણાવી લોકશાહી ના જતન અને રક્ષણ વિષે સમજાવવામાં આવ્યું હતું.


ત્યારબાદના સેશનમાં વિધાર્થીઓ દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા. જેમાં કૃણાલ પટેલ દ્વારા ‘ લોકશાહી ખતરામાં છે. ‘ સરતનજી દેસાઈ દ્વારા ‘ લોકશાહીમાં મતોનું વિભાજન , અનીશા નાગોરી દ્વારા લોકશાહી ની વ્યાખ્યાનું અર્થઘટન તથા દેવેન જોષી દ્વારા Rull of law અને Rull by law ની કેસ લો સાથે સુંદર રજૂઆત કરવામાં આવી હતી . વિધાર્થીઓએ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લઇ કાર્યક્ર્મને સફળ બનાવ્યો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.