સુણસર ગામે લૂટના પૈસાનો ભાગ પાડવા એકઠા થયેલા ચારેય ઈસમોને LCBએ ઝડપી પાડ્યા

પાટણ
પાટણ

ચાણસ્મા તાલુકાના ટાકોદી ગામ થી ચવેલી જવાના માર્ગ પર ગતરોજ સવારના સમયે બહુચરાજી ખાતે કાર્યરત ફાઇનાન્સ બેંક ના કર્મચારીને ત્રણ અજાણ્યા બાઈક ચાલકો દ્વારા રોકડ રકમ તેમજ લેપ-ટોપ તથા બેંકના કાગળો લુંટીને ફરાર થઈ જવાના કેસમાં ચાણસ્મા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.ત્યારે આજરોજ પાટણ એલ.સી.બી.પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચાણસ્મા તાલુકાના સુણસર ગામે લુંટ ના પૈસાનો ભાગ પાડવા એકઠા થયેલા ચારેય ઈસમોને ઝડપી ચાણસ્મા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ગતરોજ સવારના સુમારે બહુચરાજી ખાતે કાર્યરત ગ્રામીણ કોટા ફાઇનાન્સ બેંક ના ફિલ્ડ ઓફિસર જાદવ ગોપાલસિંહ બેચરજી ટાકોદી પાસે થી પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન અજાણ્યા ઇસમો અજીતસિંહ પોપટજી દાદુજી ઝાલા મેરૂભા વિષ્ણુજી આંબાજી ઝાલા અર્જુનસિંહ પ્રહલાદજી સાદુળજી ઝાલા નિરભા અગરસંગ ભોપાજી ઝાલા તમામ રહે.સુણસર તા. ચાણસ્મા જિ. પાટણ વાળાઓ દ્વારા આવી બેંક કર્મચારી ને પોતાની પાસે રહેલી છરી બતાવી રોકડ રકમ 20.000 સેમસંગ કંપનીનું ટેબલેટ,તથા બેંકના ડોક્યુમેન્ટ ભરેલો થયેલો લઈ ફરાર થઈ જવા પામ્યા હતા.


આ બાબતે ચાણસ્મા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો ત્યારે પાટણ એલ.સી.બી. પોલીસને મળેલી બાતમીને આધારે ઉપરોક્ત ચારેય ઈસ મો દ્વારા પોતાના ગામ સુણસર ખાતે આવેલ આંબલીપુરા જવાના માર્ગ પાસે લૂંટના પૈસા નો ભાગ પાડવા એકઠા થયા હોવાની બાતમી મળતાં પાટણ એલ.સી‌.બી. પોલીસ દ્વારા છાપો મારી ચારેય ઈસમોને ઝડપી મુદ્દા માલ કબજે કર્યો હતો.તેમજ ઝડપાયેલ ચારેય આરોપીઓ માંથી મેરૂભા વિષ્ણુભાઈ ઝાલા રહે સુણસર વાળા પર અગાઉ હારીજ પોલીસ ગુનો નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે જણાવ્યું હતું કે ચાણસ્મા તાલુકા ટાકોદી ગામે ગતરોજ સવારે થયેલી લૂંટ કેસ માં ઝડપાયેલા ઉપરોક્ત ચારેય આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરતાં ઝાલા અર્જુનસિંહનાઓ ફરિયાદી સાથે બેચરાજી મુકામે આવેલ ક્રેડિટ એક્સિસ ગ્રામીણ લી.કંપની નામની મહિલાઓને લોન આપતી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો.ત્યારે બંને ગામડે ગામડે ફરી મહિલાઓને આપેલ લોન ના હપ્તા ઉઘરાવતા હતા. ત્યારબાદ છેલ્લા દસેક દિવસથી તેણે નોકરી છોડી મૂકેલ હતી. અને પૈસાની જરૂર પડેલ હોય સહ આરોપીઓ સાથે મળી આ ફરિયાદી જાદવ ગોપાલ સિંહ ગામડે લોન આપતા ના પૈસા લઈને નીકળે ત્યારે રેકી કરી લૂંટનું પ્લાન બનાવી પોતે ટાકોદી ગામના પાટીયે જઈ ફરિયાદીને બતાવી ત્યાંથી નીકળી જઈ ચાર આરોપીઓ એ પાસે લૂંટ કરાવેલ હોવાનું પોલીસને જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.